________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩ |
૪૯
પરમ + આત્મા; એટલે પોતાનું જે ભગવાનમય-ચૈતન્યલક્ષ્મીમય પરમાત્મસ્વરૂપ છે-ત્રિકાળ પરમ સ્વરૂપ છે-તેના સુખના-આનંદના અભિલાષી જીવને “શુદ્ધ અંત:તત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય..' અહાહા..! જોયું? શુદ્ધ અંત:તત્ત્વના વિલાસનું એટલે આનંદનું-મોજાં-કીડાનું જન્મભૂમિસ્થાન અર્થાત્ ઉત્પત્તિનું સ્થાન નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. ભાઈ, કોઈ પણ વસ્તુ તારા આનંદનું સ્થાન નથી, પણ અતીન્દ્રિય આનંદ પાકે એવું ક્ષેત્ર ભગવાન આત્મા નિજ શુદ્ધ જીવાસ્તિકાય છે. અહાહા...! આનંદનો જન્મ દેનાર ક્ષેત્ર. કહે છે. નિજ શદ્ધ જીવાસ્તિકાય છે. અહા ! ભાષા કેવી છે? એકલો “જીવ” એમ નહિ લેતાં “જીવાસ્તિકાય” લીધો છે. મતલબ કે જૈનદર્શનમાં આત્મા છે તે અસ્તિકાય છે. અતિ = છે, ને કાય અર્થાત્ અસંખ્ય પ્રદેશ છે. અહાહા...! પોતાનો શુદ્ધ જીવ અસંખ્ય પ્રદેશ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન: અહીં “જીવાસ્તિકાય” કેમ કહ્યું?
ઉત્તરઃ કેમકે તેને (-જીવને) જન્મભૂમિસ્થાન કહ્યો ને? તો તેનું ક્ષેત્ર આટલું (અસંખ્ય પ્રદેશ) છે એમ કહે છે. અહીં એનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર સિદ્ધ કર્યું છે.
અહા! કહે છે-“જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.” જુઓ, આ સમ્યગ્દર્શનની વ્યાખ્યા. અજ્ઞાની કહે છે–ખાલી દેવ-ગુરુ-શાસ્ત્ર ને નવ તત્ત્વને માનવા તે સમ્યગ્દર્શન છે. પણ એમ છે નહિ પ્રભુ! અહીં કહે છે–અંદર પૂર્ણ પરમાત્મસ્વરૂપે ભરેલા ભગવાન આત્માને-પૂર્ણ પ્રભુને અંતર્મુખ થઈને ભરોસામાં-પ્રતીતિમાં પચવવો તેને સમ્યગ્દર્શન કહે છે. અહા ! આનંદના જન્મનું સ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય અર્થાત્ અસંખ્ય પ્રદેશી અનંતગુણરૂપ જે પૂર્ણ એક ચૈતન્યમાત્ર વસ્તુ પોતે છે તેને અંતર્મુખ થઈને ભરોસામાં પચવવો તેને સમ્યગ્દર્શન કહે છે. નવ તત્ત્વનો ભેદરૂપ વિકલ્પ એ કાંઈ સમ્યગ્દર્શન નથી.
પ્રશ્નઃ હા, પણ આવો તે આત્મા કેવો હશે?
સમાધાન: ભાઈ, આ તો ભગવાન અરૂપીની વાતુ પ્રભુ! ઇન્દ્રિયાતીતની વાત છે. અહા ! પોતાની વસ્તુ આવી (અસંખ્ય પ્રદેશી અનંતગુણરૂપ એક ચિન્માત્ર) છે એમ તેનું પરિજ્ઞાન થતાં તેની શ્રદ્ધા થાય છે; કેમકે જાણવામાં આવ્યા વિના શ્રદ્ધા કોની? ( શ્રદ્ધા કેવી?) જેમકે કોઈ કહે કે સસલાનાં શીંગડાં જોયાં નથી તો પણ તેની શ્રદ્ધા કરો. પણ શેની શ્રદ્ધા કરે ? (કેવી રીતે કરે?) ભાઈ, આ તો અલૌકિક માર્ગ છે બાપા! ભગવાન! તું અંદર પૂર્ણ પ્રભુ જ છો; અને તેમાંથી જે પ્રભુપણાની પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે તેનો આ ઉપાય છે.
અહાહા...! ટીકાકારને પણ જુઓને, કેટલો આલ્હાદ છે? કહે છે–આનંદની ઉત્પત્તિનું જન્મસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે. છે? ટીકામાં છે ને? કે-જે નિજ શુદ્ધ
જીવાસ્તિકાય તેનાથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિ છે. છે? ટીકામાં છે ને? કે-“જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.” અહા! જ્ઞાનની પર્યાયમાં પોતે જ્ઞાયક આખો શેય થયો-શુદ્ધ કારણનિયમ જ્ઞાનમાં ભાસ્યો એટલે (તત્કાળ) તેની પ્રતીતિ તેનાથી (–શુદ્ધ જીવાસ્તિકાયથી) ઉત્પન્ન થઈ છે, પરંતુ જે સમ્યજ્ઞાન થયું તે પર્યાયથી પ્રતીતિ થઈ છે એમ નથી એમ કહે છે. ગજબ વાત કરી છે! હવે બાહ્ય પર નિમિત્તથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com