________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
[નિયમસાર પ્રવચન વકીલાતનાં ને ડોકટરનાં ને ઈજનેરનાં જ્ઞાન એ જ્ઞાન નહિ, અજ્ઞાન છે, દુઃખદાયક અજ્ઞાન છે. સમજાણું કાંઈ...?
“પદ્રવ્યને અવલંખ્યા વિના....” એમ કીધું ને? હવે ઉપદેશમાં તો શું આવે? બાકી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે અંદર ભગવાન આત્મા છે એવા સ્વનું અવલંબન થયું તો પરનું અવલંબન છૂટી જાય છે. પણ અહીં તો સમજાવવું છે ને? એને પરનું-મનનું ને વિકલ્પનું અવલંબન અનાદિનું છે તે છોડાવવું છે, કેમકે તે વડે જે જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે ને દુ:ખરૂપ છે. તેથી કહ્યું કેપદ્રવ્યને અવલંખ્યા વિના..' આમાં તો શાસ્ત્રનું ને પર્યાયમાં જે શાસ્ત્રનું (પરલક્ષી ) જાણપણુંજ્ઞાન છે તેનું પણ આલંબન છોડવાની વાત છે. બહુ ભારે વાત ભાઈ ! પણ આ તો ભગવાન થવાની કોલેજ ( વિધાલય) છે. અહાહા..! આ આત્મા પોતે ભગવાનસ્વરૂપ જ છે; તેનો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરતાં (ક્રમશ:) પૂર્ણ દશા થઈને ભગવાનની પ્રાપ્તિનું કાર્ય ઉત્પન્ન થાય છે. આવી વાત છે પ્રભુ!
ખરેખર શાસ્ત્રનું જે પરલક્ષી જ્ઞાન છે તે પરદ્રવ્ય છે. શું કીધું? શાસ્ત્રમાં આમ કહ્યું છે એવું મનના લક્ષ, વિકલ્પના લક્ષે જે જાણપણું હોય, ભલે તે શાસ્ત્રના શબ્દોથી જાણ્યું નથી, કેમકે એ પોતાની પર્યાય છે, છતાં પણ તે પરદ્રવ્ય છે. (અજ્ઞાન છે ને?) તેને અવલંખ્યા વિના, કહે છે, નિઃશેષ-સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગ વડે ગ્રહણ કરવાયોગ્ય-પ્રગટ કરવાયોગ્ય એવું જે નિજાત્માનું-સચ્ચિદાનંદસ્વરૂપ નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. અહાહા...! ઉપયોગને સંપૂર્ણપણે સ્વમાં જોડી દેતાં “આ હું સચ્ચિદાનંદ પ્રભુ આત્મા’ એમ જે પરિજ્ઞાન થયું તે જ્ઞાન છે. આવી ઝીણી વાત છે.
આ જ્ઞાન એટલે આત્મજ્ઞાનની વ્યાખ્યા ચાલે છે. આત્મજ્ઞાન અર્થાત આત્માનું જ્ઞાન-એમ કહ્યું ને? અહા! તે કેમ થાય? તો કહે છે-ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને કારણનિયમ એવી શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ આત્મામાં જોડતાં પ્રગટ થવાયોગ્ય જે શુદ્ધાત્માનું જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. આ મોક્ષમાર્ગનો અવયવ એવું સાચું સમ્યજ્ઞાન છે. ભગવાન! તું ત્રિકાળ આવી (–શુદ્ધ ચૈતન્યમય ) વસ્તુ છો ને પ્રભુ? તેથી ઉપયોગને સંપૂર્ણપણે ત્યાં લગાવી દે, એમ કરતાં આત્મજ્ઞાન થશે, સુખ થશે; કેમકે આત્મજ્ઞાન સુખમય છે. ભાઈ, બહારમાં-મન-વિકલ્પમાં ક્યાંય આત્મા નથી; તેથી બહારનું લક્ષ છોડીને અંતરમાં ઉપયોગ જોડી દેતાં જે જ્ઞાન થાય તેને અહીં જ્ઞાન-આત્મજ્ઞાન કહે છે. સમજાણું કાંઈ...? અહા ! વસ્તુ તો જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ ને ? બાકી તો અગિયાર અંગ ને નવપૂર્વ અનંતવાર ભણ્યો; પણ તે ક્યાં જ્ઞાન છે ? તે જ્ઞાન નથી, કેમકે એમાં સુખ આવ્યું નહોતું. અહા! આત્મામાં જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ પણ છે. તેથી આત્મજ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે ભેગો આનંદ પણ આવે છે. અહા ! આ જ્ઞાનને મોક્ષમાર્ગનો-જ્ઞાનદર્શનચારિત્રનો અવયવ કહે છે. સમજાણું કાંઈ.? અહીં તો આવી વાત છે.
હવે દર્શનની વ્યાખ્યા કરે છે:
(૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે.' અહાહા...! કહે છે-“ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને...” પરમાત્મા એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com