________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩]
૪૭ સમાધાન: એ તો મનમાં પેદા થતો વિકલ્પ છે બાપુ! એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી, (આત્માની પેદાશ નથી.) આત્મા કાંઈ એવું સ્થાન-ખેતર નથી જેમાં રાગનો પાક થાય. અહાહા...! જેમ કળથી પાકે એવા ખેતરથી ચોખા પાકવાનું ખેતર જુદું હોય છે તેમ જેમાં અતીન્દ્રિય આનંદ પાકે એવું આત્માનું ખેતર જુદું હોય છે. અહાહા...! આત્માનું ખેતર-ક્ષેત્ર તો એકલો આનંદ પાકે એવું છે; ભાઈ, જેમાં પુણ્ય-પાપના પાક થાય એ આત્માનું ખેતર નહિ. અહા! કોલસામાં કાંઈ કપુરની સુગંધ હોય? (ન હોય). એ તો કપુરમાં કપુરની સુગંધ હોય. તેમ મોક્ષનો માર્ગ કાંઈ પરમાંથી ને રાગમાંથી આવે ? એ તો બાપુ! આત્મામાંથી ફાટીને (પ્રગટ) થાય છે. હવે આત્મા (પોતે) શું ચીજ છે એની ખબરું ન મળે, અને બસ આ પુણ્ય-પાપ કરે ને થોડો ઉઘાડ હોય તે આત્મા વા બીજાનાં કામ કરી દે તે આત્મા-એમ માને એને હવે કાર્ય-પ્રયોજનસ્વરૂપ કાર્ય કેમ થાય ? કારણની ખબર નથી એને કાર્ય ક્યાંથી થાય ? ( ન થાય).
અહીં કહે છે-ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે ભગવાન આત્મા ચિત્માત્રરૂપ જોયો અને કહ્યો છે. તો એવો જે કારણનિયમ પ્રભુ છે તેનો અંદરમાં ઢળીને સ્વીકાર કરતાં કાર્યનિયમ પ્રગટે છે; અર્થાત્ અંદરમાં ઢળીને કારણનિયમનો સ્વીકાર એ જ કાર્યનિયમ છે. અહાહા..! આવો અને આવડો હું છું –એમ અંદર શ્રદ્ધામાં-જ્ઞાનમાં જ્યાં સ્વીકાર આવ્યો ત્યાં જ કાર્યનિયમ પ્રગટ થાય છે; અર્થાત્ અંતર્મુખ જ્ઞાન-શ્રદ્ધાન થયાં એ જ કાર્ય છે. સમજાય છે કાંઈ....?
હવે કહે છે-“તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે.”
જુઓ, ચોથી ગાથામાં પણ એ ત્રણનું સ્વરૂપ કહેશે, પણ એ ભેદથી કહેશે; જ્યારે અહીં તો એ ત્રણનું જેવું યથાર્થ સ્વરૂપ છે એવું કહે છે. એ ત્રણનું એટલે જ્ઞાનદર્શનચારિત્રનું એટલે પ્રયોજનસ્વરૂપ કાર્યનિયમનું. એને પ્રયોજનસ્વરૂપ જ્ઞાનદર્શનચારિત્ર છે ને? માટે તેનું વાસ્તવિક સ્વરૂપ કહે છે. તેમાં પહેલો શબ્દ જ્ઞાન છે ને ? પાઠમાં પહેલું જ્ઞાન છે, ને ટીકામાં પણ પહેલાં જ્ઞાનનો અર્થ છે. અહાહા...! આ જ્ઞાન કોને કહેવું? પ્રયોજનભૂત જ્ઞાન, આનંદદાયક જ્ઞાન....અહાહા..! જેમાં અનાકુળ સુખનો-આનંદનો આસ્વાદ આવે એવું કાર્યરૂપ પ્રયોજન સ્વરૂપ જ્ઞાન કહેવું કોને? તે વાત હવે કહે છે:
(૧) પરદ્રવ્યને અવલંડ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું) તે જ્ઞાન છે.'
અહાહા..! કહે છે-“પદ્રવ્યને અવલંખ્યા વિના...' એટલે શું? કે મન અને મનજનિત વિકલ્પને અવલંખ્યા વિના, મન ને વિકલ્પનું જ્યાં અવલંબન નથી ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબનની તો વાત જ ક્યાં રહી ? જુઓને, આ ચોખ્ખું તો છે કે-“પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય.' અહાહા...! પરદ્રવ્યનું આલંબન બિલકુલ નહિ અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવાયોગ્ય-પ્રગટ કરવાયોગ્ય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે-એમ કહે છે. અહાહા..! સંપૂર્ણ અંતર્મુખ એવા ઉપયોગમાં “આ આત્મા (-હું ,” એમ જે ગ્રહણ અર્થાત્ જ્ઞાન થાય તેને અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન કહે છે; અને આ જ્ઞાન સુખરૂપ છે. બાકી આ બધાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com