________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૪૬
[નિયમસાર પ્રવચન
હવે અજ્ઞાની તો બીજાની સેવા કરીએ-મકાન, કપડાં, અનાજ વગેરે દઈએ-એટલે ધર્મ થાય એમ માને છે. પણ ભાઈ, કોણ દે ને કોણ લે? સાંભળને પ્રભુ! એ તો એવો વિકલ્પ હોય ત્યારે એ ક્રિયા બનવાયોગ્ય હોય તો બને. (બન્ને જ એવો નિયમ નહિ.) અરે, વિકલ્પ પણ દુઃખદાયક છે, અપ્રયોજનભૂત છે એમ અહીં કહે છે. હવે અજ્ઞાની આ સાંભળી રાડો નાખે છે, પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે. દયા-દાન આદિના વિકલ્પ અપ્રયોજનરૂપ દુઃખદાયક જ છે.
ભાઈ, તને પ્રયોજન તો આનંદનું-અનાકુળ આનંદનું છે. તેથી અતીન્દ્રિય આનંદનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય તેને અહીં કાર્યનિયમ કહ્યો છે; અને એ કાર્યનિયમને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર-અક્ષયધામ તો કારણનિયમરૂપે ભરપુર ભરેલું છે. અહાહા...! જેમાંથી કાર્યનો-પ્રયોજનસ્વરૂપ સુખમય કાર્યનો પ્રવાહ આવ્યા જ કરે એવા કારણથી ભરપુર ભરેલો પ્રભુ! તું સદાય પૂર્ણ તત્ત્વસ્વરૂપ છો–એમ કહે છે. અહા! આ રીતે જો સ્વરૂપ ન હોય તો કોઈ વસ્તુ જ સિદ્ધ ન થાય.
સમજાય એટલું સમજવું બાપુ! ભાષા તો બહુ સાદી છે, ને ભાવ પણ સીધા-સરળ છે. સત્ તો સરળ જ હોય ને? અહા ! અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે, પણ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગની કે એક સમયની પર્યાયમાત્ર હું છું એમ એણે વર્તમાન પ્રગટ પર્યાયમાં-અવસ્થામાં જ અનાદિકાળથી આત્માની રમતુ માંડી છે. પણ એ રમતુ પાછળ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે એના ઉપર એની નજરું ગઈ જ નથી! ગજબ છે ને! કે અનંતકાળમાં એણે પ્રગટ પર્યાયમાં નજરું કરી પણ પોતાની આખી ચીજ–અક્ષય અનાદિઅનંત વસ્તુ-સુખધામ-એમાં એણે નજરું કરી નહિ!
અહીં કહે છે–ભગવાન! તુ મહાન છો, સચ્ચિદાનંદમય ભગવાન છો. પણ અરે! પોતાની વર્તમાન દશાના અંશ સિવાય હું એક મહાન ત્રિકાળી ચિન્માત્ર ચીજ છું-એમ એને કોઈ દિ' વિશ્વાસ આવ્યો નહિ! અરેરે! પોતાને પોતાનો વિશ્વાસ આવ્યો નહિ! બપોરે આવ્યું' તું ને? કે (જ્ઞાનીની ) વર્તમાન પર્યાય એમ જાણે છે કે-આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તે હું છું. પર્યાય હું છું એમ જે અનાદિનું હતું તે પલટીને હવે વર્તમાન દશા-પર્યાય એમ જાણે-અનુભવે છે કે આ ત્રિકાળી ધ્રુવ વસ્તુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન હું છું.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ કારણનિયમ છે. એનો જ્ઞાનમાં સ્વીકાર કરતાં એમાંથી કાર્યનિયમનો પ્રવાહ આવે છે. આ (–કારણનિયમ ) ‘ છે’–એમ એની હયાતી સ્વીકારતાં જ કાર્યનિયમનું તે કારણ થાય છે અર્થાત્ તે કારણરૂપ થતાં કાર્ય પ્રગટ થાય છે. અહા! હું આવો છું એમ જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર થતાં કાર્ય થયા વિના રહે જ નહિ. પણ એમ ને એમ ‘કારણ છે, કારણ છે’એમ વિકલ્પમાત્ર કર્યા જ કરે તે અજ્ઞાનીને (જ્ઞાન-શ્રદ્ધાન વિના) કાર્ય નીપજતું નથી. ભાઈ, કારણ તો ત્રિકાળ વિધમાન છે, પણ તે છે એમ એના અસ્તિત્વનું અંતરમાં જ્ઞાન-શ્રદ્વાન આવવું જોઈએ ને ? કારણનો ભરોસો-વિશ્વાસ આવવો જોઈએ ને? કારણનો અંતરમાં (અંતર્મુખ જ્ઞાનમાં) સ્વીકાર એ જ કાર્ય છે. આવી અલૌકિક વાતુ પ્રભુ!
પ્રશ્નઃ આ વિચાર ઉદ્દભવે
એ શું છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com