________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
| [ નિયમસાર પ્રવચન લ્યો, આ હવે પાઠનો અર્થ આવ્યો. નિયમ એટલે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ કાર્ય એવો મોક્ષમાર્ગ અર્થાત જ્ઞાનદર્શનચારિત્ર. આ કાર્યરૂપ નિયમ છે. તેનું કારણ પહેલાં સિદ્ધ કર્યું કે ત્રિકાળી ભગવાન આત્મામાં જે ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાભાવ છે તે કારણનિયમ છે, અને તેના આશ્રયે કાર્યનિયમ જે મોક્ષનો માર્ગ છે તે પ્રગટ થાય છે. (કારણ-કાર્યની આવી સંધિ છે.) મોક્ષનો માર્ગ તે કાર્યનિયમ, ને ત્રિકાળી ધ્રુવ શુદ્ધજ્ઞાનચેતનાભાવ તે કારણનિયમ છે. અહો! આચાર્યદેવે અલૌકિક ભાવ કાઢયા છે !
પ્રશ્ન: તમે ( અંતઃસ્થિત) કારણ, કારણ-એમ કહ્યા કરો છો તો તેનું કાર્ય તત્કાલ આવવું જોઈએ ને? કારણ વિધમાન છે તો કાર્ય તરત આવવું જ જોઈએ.
સમાધાન: હા, એની કોણ ના કહે છે? પણ કાર્ય ક્યારે આવે? અહાહા...! પોતે અંતર્મુખ થઈ આ કારણ છે”—એમ જ્યારે જ્ઞાનમાં સ્વીકાર કરે ત્યારે આવે. “આ કારણ છે.”—એમ સ્વીકાર કરે ત્યારે તેને કારણ કહેવાય ને? હા, તો ત્યારે તે કારણે થાય જ છે, ને કાર્ય પણ આવે જ છે. અંદર જ્ઞાનમાં આ કારણ છે” એમ સ્વીકાર આવ્યા વિના કારણ કહેવું કોને?
પ્રશ્ન: બહુ ચોખ્ખું ન થયું. (એમ કે વિશેષ ચોખ્ખું કરો ).
સમાધાન: અહાહા...! આ કારણ અર્થાત પરમ પરિણામિક ભાવમાં સ્થિત છે સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તેનો પર્યાયમાં-જ્ઞાનમાં સ્વીકાર થાય ત્યારે તે કારણ છે એમ સિદ્ધ થાય ને? તો કારણ જ્યારે જ્ઞાનને પ્રતીતિમાં આવે ત્યારે કાર્ય થયા વિના રહે નહિ. (કારણનાં જ્ઞાન ને પ્રતીતિ એ જ કાર્યની સિદ્ધિ છે.) જરા ન્યાયથી એણે સમજવું પડશે પ્રભુ! આ તો અંદરની વાતુ ભગવાન!
પાઠમાં તો કાર્યનિયમની વાત છે. પણ તેમાંથી ટીકાકારે કારણનિયમ કાઢયો છે. અહા ! આત્માને સુખરૂપ-આનંદરૂપ એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ છે એ તો પર્યાય છે, અવસ્થા છે, કાર્ય છે. અહા ! આ કાર્યનું કારણ કોણ? તો કીધું કે-ત્રિકાળી એક જ્ઞાયકભાવમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પરિણામ એ કારણ છે, અને આ ત્રિકાળી નિયમની અંતર્મુખ થઈને જ્ઞાન-પ્રતીતિ કરે
ત્યારે તે છે” એમ એની શ્રદ્ધામાં આવે છે અને ત્યારે એ જ્ઞાન-શ્રદ્ધાનરૂપ કાર્ય થઈ જ ગયું (થયા વિના ન રહ્યું). સમજાણું કાંઈ ? અહા ! “આ કારણનિયમ છે ”—એમ જ્યાં જ્ઞાનમાં સ્વીકાર થયો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પરિણમી, અતીન્દ્રિય આનંદનું પરિણમન થઈ ગયું. ભાઈ, આ કારણ છે એમ એની હયાતીનો જ્ઞાનમાં સ્વીકાર કરે તેને નિયમથી કાર્ય આવે જ છે. આવી અંતરની વાતુ છે પ્રભુ!
અહા! અજ્ઞાનીને એમ છે કે-કારણનિયમ છે તો કાર્ય આવવું જ જોઈએ. હા, એની કોણે ના પાડી, ભાઈ ? પણ ક્યારે અને કોને? કારણ છે એમ એની હયાતીનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે ત્યારે તેને કાર્ય આવે જ આવે, આવ્યા વિના ન રહે. પણ કારણની ખબર જ નથી, પ્રતીતિ નથી તેને કાર્ય ક્યાંથી આવે? (એટલે તો અજ્ઞાનીને કાર્ય પ્રગટતું નથી ).
અહા ! વસ્તુસ્થિત ત્રિકાળી ધ્રુવ અંશ છે તેને કારણનિયમ કહ્યો. અને હવે કહે છે-કાર્યનિયમ એટલે “નિશ્ચયથી જે કરવાયોગ્ય હોય તે.” એટલે કે કારણનિયમ ઉપર પર્યાયનું કરવું-અવસ્થાનું કરવું એ નિશ્ચયથી કરવાયોગ્ય છે. (અહીં “કારણનિયમ ઉપર” એમ કહ્યું એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com