________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
ગાથા-૩] ત્રિકાળી સ્વરૂપ (-કારણનિયમ ) ન હોય તો તેની એક સમયની પર્યાય (-કાર્યનિયમ) જે પ્રગટ થાય તે પ્રગટે ક્યાંથી? માટે, કાર્યનિયમ જેના આશ્રયે પ્રગટે છે તે ત્રિકાળી કારણનિયમ વિદ્યમાન છે જ. એ તો પ્રાયશ્ચિત અધિકારમાં પણ આવશે કે સ્વભાવ અપેક્ષાએ જીવદ્રવ્યને પણ પ્રાયશ્ચિત કહેવું. (ગાથા ૧૧૬).
અહાહા..! અંદર શુદ્ધજ્ઞાનચેતના પરિણામ એવો જે ધ્રુવ ત્રિકાળી ભાવ છે તે કારણનિયમ છે. આ ત્રિકાળી કારણનિયમ તે ધ્રુવ વસ્તુસ્થિત છે, તેથી ધ્રુવ છે, જ્યારે આ જે મોક્ષનો માર્ગ છે તે કાર્યનિયમ છે, પર્યાયનો નિયમ છે અને તે ત્રિકાળી ધ્રુવ કારણનિયમના આશ્રયે પ્રગટ થાય છે. શું કીધું? જે ત્રિકાળી કારણનિયમ છે તેના આશ્રયે કાર્યનિયમ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? આ સમજાય એવું છે હોં; પણ ધ્યાન તો રાખવું જોઈએ ને?
અહા! અહીં આ કારણનિયમની વાત કરી તે ઓલા અજ્ઞાનીના જે વ્રત-તપ-પચખાણ છે તે આ નિયમ નથી; અને જે વ્યવહાર રત્નત્રય છે તે પણ આ નિયમ નથી. તેમ જ નિયમથી કરવાલાયક જે નિશ્ચય રત્નત્રય છે તે પણ આ નિયમ નથી. ભાઈ, આ તો ત્રિકાળી ધ્રુવ વસ્તુસ્થિત ત્રિકાળી કારણનિયમની વાત છે. આ લોકો (અજ્ઞાનીઓ) “કાંઈક નિયમ લો, કાંઈક નિયમ લો'એમ કહે છે ને? હવે એમને તો નિયમની (કાર્યનિયમ અને કારણનિયમની) ગંધય નથી. અહાહા..! વ્યવહાર રત્નત્રયરૂપ જે નિયમ તે આ નહિ, અને નિશ્ચય રત્નત્રયરૂપ જે નિયમ છે તેય આ નહિ, આ તો એનાથી જુદી ચીજ બાપુ! આ તો ત્રિકાળી ધ્રુવ કારણનિયમની વાત છે. અહો! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ કહેલું કોઈ અલૌકિક પદાર્થવિજ્ઞાન છે. આ તો વીતરાગી વિજ્ઞાન છે પ્રભુ!
પાઠમાં (ગાથામાં) નિયમથી કરવાલાયક-એમ કાર્યથી-કાર્યનિયમથી વાત છે; તો તેમાંથી આ બીજો ભાવ કાઢયો કે ત્રિકાળી ધ્રુવ કારણનિયમ પણ છે. અહો ! ગજબની શૈલી! શ્રી અમૃતચંદ્રાચાર્યની એવી શૈલી છે કે પાઠમાં અતિ હોય તો તેમાંથી નાસ્તિની વાત પણ કાઢે, ને પાઠમાં નાસ્તિ હોય તો તેમાંથી અતિની વાત પણ કાઢે. એમ અહીં આમણે (પદ્મપ્રભમલધારીદેવે) પાઠમાં કાર્ય છે તો તેના કારણદ્રવ્યની વાત કાઢી છે. અહાહા...કાર્ય છે તો તેના કારણપણે ત્રિકાળ અતિરૂપ કારણદ્રવ્ય છે એમ કાઢયું છે. અહાહા....! કાર્યનિયમ છે તો તેના કારણરૂપ ત્રિકાળ કારણનિયમ પણ છે અને તે પરમ પરિણામિક ભાવે સ્થિત છે-એમ અલૌકિક વાત કાઢી છે.
વ્યાખ્યા તો કાર્યનિયમની કરવી છે, પણ તેના પહેલાં કારણનિયમ સિદ્ધ કરે છે. કહે છે-“સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુટ્યાત્મક શુદ્ધજ્ઞાન ચેતના પરિણામ તે નિયમ (–કારણનિયમ ) છે.” અહાહા...! ત્રિકાળી ધ્રુવમાં રહેલો આવો જે ત્રિકાળી ધ્રુવ ભાવ સ્વભાવ અનંત ચતુષ્ટયમય શુદ્ધજ્ઞાન ચેતના પરિણામ છે. તે કહે છે, કારણનિયમ છે; તે ઉત્પાદ વ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહો ! આ તો અદ્દભુત અલૌકિક વાત કાઢી છે.
હવે જે પાઠમાં છે તે વર્તમાન કાર્યનિયમની વાત કરે છે. કહે છે-“નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com