________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૪૨
[નિયમસાર પ્રવચન
શું કીધું ? ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ’ માં ‘ પરિણામ' શબ્દ છે તે ઉત્પાદવ્યયરૂપ અવસ્થાને સૂચવવા માટે નથી; કેમકે ત્રિકાળી પ૨મ પારિણામિક ભાવમાં સ્થિત-રહેલા ભાવને અહીં ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ’ કહેલ છે. અહા ! પહેલાં ત્રિકાળી પ૨મ પારિણામિક ભાવમાં ‘પારિણામિક' શબ્દ ઉત્પાદવ્યયને સૂચવવા માટે નથી એમ કહ્યું હતું અને હવે કહે છે-આ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ ' માં ‘પરિણામ ’શબ્દ ઉત્પાદવ્યયને સૂચવવા માટે નથી. (આ તો ધ્રુવમાં સ્થિત ધ્રુવ ગુણોની વાત છે.)
વળી, કહે છે–તે ‘ પર્યાયાર્થિક નયનો વિષય નથી.' અહા! આ ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ
પર્યાયને-વર્તમાન વર્તતી અવસ્થાને વિષય કરનાર પર્યાયાર્થિક નયનો વિષય નથી. એ તો ઉત્પાદવ્યયનિ૨પેક્ષ એકરૂપ છે, ધ્રુવ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહા! બધા શબ્દો એક જ છે (ઉપ૨ના પારિણામિક ભાવના બોલ જેવા જ છે). અહાહા...! ૫૨મ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવઅનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ ’ શબ્દ ઉત્પાદવ્યયરૂપ પરિણામ સૂચવવા માટે નથી.
તે શું સૂચવે છે?
અહાહા...! પરમ પારિણામિક ભાવની જેમ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ' પણ ધ્રુવપણાને સૂચવે છે. અહાહા...! નિયમ જે મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે તેના કારણરૂપ એવો ધ્રુવ...ધ્રુવ નિયમ (– કારણનિયમ ) અંદર છે એમ કહે છે. અહો! એમની (શ્રી પદ્મપ્રભમલધારીદેવની ) આખી શૈલી જ આવી છે. અને તે અહીંથી (કાર્યનિયમ સાથે કારણનિયમ કહીને) ઉપાડી છે. પછી આગળ પ્રાયશ્ચિત્ત આદિના બોલમાં પણ કહેશે. ( આત્મા પ્રાયશ્ચિત્તસ્વરૂપ છે એમ કહેશે ).
અહાહા...! કહે છે-નિયમથી કરવાલાયક તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે. પણ તે નીપજે કેમ ? કોના આશ્રયે નીપજે?
તો કહે છે-ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ કે જે ૫૨મ પારિણામિક ભાવમાં સ્થિત છે તેના આશ્રયે નીપજે. અહા! પ૨મ પારિણામિક ભાવમાં જે સ્થિત છે તે પણ પરમ પારિણામિક ભાવે જ છે. શું કીધું ? અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ અને અનંતવીર્યનું એકરૂપ-કે જે સ્વભાવઅનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે તે પણ ત્રિકાળી પારિણામિક ભાવે છે, ધ્રુવ ભાવે છે, નિત્ય ભાવે છે, એક સદશ ભાવે છે, અને તે ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે; તથા તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહાહા...! આવો તે નિયમ (–કારણનિયમ ) છે. હવે સંપ્રદાયમાં તો આ વાતની ગંધેય નથી.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! કહે છે-અંદર વસ્તુ છે તેમાં, ત્રિકાળ ટકતો અંશ જે ધ્રુવ એકરૂપ છે તે પરમ પારિણામિક ભાવે છે; અને તે-રૂપ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ છે એમ અહીં બતાવવું છે. અહાહા...! મોક્ષનો માર્ગ કે જે નિયમથી કરવાલાયક છે તે, આ ધ્રુવના આશ્રયે થાય છે. માટે એ ધ્રુવને પણ નિયમ (–કારણનિયમ ) કહેલ છે. સમજાણું કાંઈ...?
ભાઈ, આ તો મહા ભાગ્ય હોય તો સાંભળવા મળે એવી ચીજ છે, કેમકે આ પરમ સત્ય વાત છે. અહાહા...! ટીકાકારે શું કાઢયું છે! ! ‘નિયમેળ ય ખં પ્નું' નિયમ-કાર્યનિયમ બતાવવો છે તો તેમાંથી આ કાઢયું કે–કાર્ય છે તો તેનું કારણ પણ નિયમરૂપ ત્રિકાળ છે; કેમકે દ્રવ્યનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com