________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
ગાથા-૩]
ઉત્તરઃ આમાં તો બહુ થોડું યાદ રાખવાનું છે. વેપાર-ધંધામાં કેટકેટલું યાદ રાખે છે? એ તો રુચિનો સવાલ છે; જેની જેમાં રુચિ હોય તેને યાદ રાખી લે છે.
સમયસારની ૩૨૦ ગાથાની જયસેનાચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે-શક્તિરૂપ જે મોક્ષ છે તે પારિણામિક ભાવે છે, ને જે વ્યક્તિરૂપ મોક્ષ છે તે ક્ષાયિક ભાવે છે. અહા ! આ જે વ્યક્તિરૂપ મોક્ષ છે એ તો નવી ઉત્પાદવ્યયરૂપ પર્યાય-પરિણામ છે, ને તે પર્યાયાર્થિક નયનો વિષય છે, જ્યારે શક્તિરૂપ મોક્ષ છે એ તો ક્ષાયિક ભાવથી નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ ભાવ છે અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આના ઉપરનાં વિસ્તારથી પ્રવચનો થઈ ગયાં છે ( ત્યાંથી વિશેષ જોવું.)
બૃહદ્ દ્રવ્ય-સંગ્રહની ૧૩મી ગાથાની ટીકામાં ભવ્ય-અભવ્યની વાત આવે છે. ત્યાં પારિણામિક ભાવના શુદ્ધ-અશુદ્ધ એમ બે પ્રકાર લીધા છે. ભવ્ય-અભવ્યના ભેદ પડ્યા એ અશુદ્ધ પારિણામિક ભાવ છે, અને દસ પ્રાણરૂપ જીવત્વ પણ અશુદ્ધ પારિણામિક ભાવ છે અને તે પર્યાયાર્થિક નયનો વિષય છે. ભેદ છે ને? અનેકપણું છે એ જ અશુદ્ધ છે; માટે તે પર્યાયાર્થિક નયનો વિષય છે. અભેદ એકરૂપ અખંડ છે તે શુદ્ધ છે (શુદ્ધ પારિણામિક ભાવ છે ) અને તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
આ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી. હવે એ પારિણામિક ભાવમાં શું સ્થિત છે? તો કહે છેસહજ પરમ પરિણામિક ભાવે સ્વભાવઅનંત ચતુટ્યાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ સ્થિત છે અને તે નિયમ (–કારણનિયમ) છે. જુઓ, શું કીધું આ? કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ તથા અનંતવીર્ય-એમ સ્વભાવચતુષ્ટયમય જે શુદ્ધજ્ઞાનચેતના છે તે પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે. આ ત્રિકાળી જ્ઞાનચેતનાની વાત છે હોં. અહો ! પહેલાં ત્રિકાળી પરમ પારિણામિક ભાવ કહ્યો, અને હવે તેમાં રહેલા-સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટય એ ગુણ કહ્યા; અને તે સ્વભાવ અનંત ચતુષ્ટયનું એકરૂપ તે શુદ્ધજ્ઞાનચેતના છે એમ લીધું. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ આ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય તે શું ધ્રુવ લેવા?
સમાધાન: હા, ધ્રુવ લેવા; કેમકે આ ત્રિકાળી ગુણ છે. “સ્વભાવઅનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ”—એમ લીધું છે ને? મતલબ કે સ્વભાવઅનંત ચતુષ્ટયાત્મક અર્થાત્ સ્વભાવ અનંતજ્ઞાનાદિ ચારતેનું એકરૂપ તે શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે. આવી ઝીણી વાત છે પ્રભુ!
પ્રશ્ન: તો શું આ કારણશુદ્ધપર્યાય છે?
સમાધાન: ના, અહીં તો ત્રિકાળી ગુણની વાત છે. કારણશુદ્ધપર્યાયની વાત તો ત્યાં (૧૫મી ગાથામાં) આગળ આવશે. અહીં તો કહે છે–પરમ પરિણામિક ભાવમાં-ત્રિકાળી ધ્રુવ ભાવમાં સ્થિત-રહેલ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ છે. હવે અહીં જે “પરિણામ” કીધા છે (જે પરિણામ” શબ્દ છે) તેની વ્યાખ્યા કરે છે. પહેલાં ત્રિકાળી પરમ પારિણામિક ભાવની વ્યાખ્યા કરી હતી, અને હવે એમાં સ્થિત શુદ્ધજ્ઞાનચેતના પરિણામની વ્યાખ્યા કરે છે. નીચે ફૂટનોટમાં જુઓ.
“આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદત્રય નિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com