________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
[નિયમસાર પ્રવચન તો સાદી છે, પણ ભાવ.... (ખૂબ ગંભીર છે).
અહાહા....! ભગવાન આત્મા વસ્તુ છે કે નહિ? છે ને. છે તો અતિ છે ને? સત્તા છે ને? હોવાવાળું (તત્ત્વ) છે ને? અહા ! આ હોવાવાળો ભાવ એવા આત્મામાં બે અંશો છે; એક બદલતો અંશ ને બીજો ત્રિકાળ ટકતો અંશ. જે ત્રિકાળ–ટકતો ધ્રુવ અવિનાશી-અંશ છે તેને પરિણામિક કહ્યો છે, પરંતુ તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે કહ્યો નથી. સમજાણું કાંઈ..! અહા! આ તો વીતરાગ-વિજ્ઞાન બાપુ!
વળી કહે છે-“આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.'
શું કીધું આ? ઉત્પાદવ્યયરૂપ મોક્ષમાર્ગની જે અવસ્થા થાય છે તેનાથી આ પરમ પારિણામિક ભાવ નિરપેક્ષ એકરૂપ છે, ભિન્ન છે; કારણકે ઉત્પાદવ્યય-નવી અવસ્થા ઉપજે ને જુની અવસ્થા વ્યયરૂપ થાય-એમ કહેતાં જ બે ભાવ થઈ ગયા, જ્યારે આ પારિણામિક ભાવ તો એકરૂપ છે. અહા ! જે ઉપજે અને વિણસે એવી અવસ્થા-પર્યાયથી અપેક્ષા વિનાની આ ચીજ છે. અહા ! એ ત્રિકાળ ધ્રુવ.. ધ્રુવ. ધ્રુવ, નિત્ય... નિત્ય... નિત્ય એવી અનાદિ-અનંત અવિનાશી ચીજ છે. અહા ! પરમ પારિણામિક ભાવ-એક જ્ઞાયકભાવ જ છે...છે..છે એમ ત્રિકાળ છેપણે વિદ્યમાન છે તેને અહીં “પારિણામિક’ શબ્દ સૂચવે છે.
અહા! આ પારિણામિક ભાવ, કહે છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એટલે શું? કે દ્રવ્ય = વસ્તુ, અર્થ = પ્રયોજનદ્રવ્ય જેનું પ્રયોજન છે અર્થાત્ જેનું પ્રયોજન અખંડ અભેદ એકરૂપ ત્રિકાળી વસ્તુ છે તે દ્રવ્યાર્થિક નય છે; અને આ પારિણામિક ભાવ છે તે આ રીતે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. પર્યાયાર્થિક નયા વર્તમાન ઉત્પાદવ્યયરૂપ બદલતી અવસ્થા-પર્યાયને બતાવે છે, જ્યારે દ્રવ્યાર્થિક નય ત્રિકાળી એકરૂપ દ્રવ્યને બતાવે છે. સમજાણું કાંઈ..!
પ્રશ્નઃ હા, પણ બધું શીખવા કરતાં છ કાયની દયા ન પાળીએ?
સમાધાન: છ કાયની કોણ દયા પાળે? સાંભળને હવે; (પરમાં તો આત્માનું કાંઈ કર્તવ્ય જ નથી).
પ્રશ્નઃ દેશની સેવા કરીએ તો? (જનસેવા તે પ્રભુસેવા-એમ કહ્યું છે ને?)
સમાધાનઃ સાંભળને હવે; દેશ ક્યાં તારી ચીજ છે? એ તો બહારની બીજી ચીજ છે. ભાઈ ! તારો દેશ તો અહીં (અંદરમાં) છે. અહાહા..! અસંખ્ય પ્રદેશી અનંત ગુણોનો આખો એક સમાજ તારો દેશ છે. અહાહા..! અનંત ગુણોનું વાસ્તુ એવો તારો દેશ છે. અહાહા..! લોકના જેટલા પ્રદેશો છે એવડો અસંખ્યપ્રદેશી ભગવાન! તારો દેશ છે, અને એમાં અનંત ગુણનો સમાજ વસે છે. અહા ! આવડો મોટો દેશ! અને તેમાં અધધધ...આવડી મોટી સંખ્યા વસે! જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વીર્ય અકર્તૃત્વ, અભોકતૃત્વ, કરણ, સંપ્રદાન, જીવત્વ આદિ અહાહા..! અનંત-અનંત શક્તિરૂપી સમાજનો જેમાં એકમેકપણે વાસ છે એવો મહાન દેશ પ્રભુ! તું આત્મા છો; અને તે, અહીં કહે છે, દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહાહા...! આ જ્ઞાનનું પરમ જ્ઞય અને ધ્યાનનું (એકમાત્ર) ધ્યેય છે. અહા! આવું તારું તત્ત્વ બહુ ઝીણું-સૂક્ષ્મ છે પ્રભુ! પ્રશ્ન: પણ આ બધું કેટલું યાદ રાખવું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com