________________
-૩]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩
૩૯
.
કે–‘ જે સહજ પ૨મ પારિણામિક ભાવે સ્થિત '; જુઓ, આમાં ‘ પારિણામિક' શબ્દ આવ્યો. બીજો બોલ એમ લીધો કે-‘સ્વભાવ-અનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ..'; આમાં પણ ‘ પરિણામ ’–એવો શબ્દ આવ્યો છે. હવે આનો શું અર્થ છે તેની વ્યાખ્યા (ખુલાસો ) નીચે ફૂટનોટમાં છે તે જોઈએ.
(પહેલા બોલની વ્યાખ્યા ) ‘આ પરમ પારિણામિક ભાવમાં “પારિણામિક” શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. અને પર્યાયાર્થિક નયનો વિષય નથી.' શું કીધું આ? ‘ પારિણામિક' એમ શબ્દ છે એ બદલતો-પલટતો ભાવ છે એમ બતાવવા માટે નથી. અહાહા...! પારિણામિક ભાવ છે તે બદલતો-પલટતો-પરિણમતો ભાવ એમ નથી. અહા ! આ ‘પારિણામિક' શબ્દ સંપ્રદાયમાં તો કોઈ દિ' સાંભળ્યોય ન હોય. અહા! આ પાંચ ભાવ છે ને? તેમાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક–એ ચાર ભાવો ક્ષણિક પર્યાયરૂપ છે, ને એક પ૨મ પારિણામિક ભાવ ત્રિકાળી ધ્રુવ ભાવ છે. શું કીધું? ક્ષાયિકભાવે (રહેલ ) કેવળજ્ઞાન ને સિદ્ધદશા છે તે પર્યાય છે, ગુણ નથી.
66
અહા ! કહે છે-આ પારિણામિક ભાવ છે તે ત્રિકાળી ધ્રુવ ભાવ છે, તે વર્તમાન પલટતી-બદલતી ઉત્પાદવ્યયરૂપ દશા નથી. અહા ! અવસ્થાપણે ઉપજે ને એનો નાશ થાય-એ પર્યાયભાવ આ નથી. મતલબ કે પર્યાયને-પરિણામને બતાવવા માટે આ ‘પારિણામિક' શબ્દ નથી. અહા ! ‘પારિણામિક' શબ્દ તો ત્રિકાળી ભાવને, સહજ ભાવને, નહિ પલટતા ભાવને, નહિ બદલતા ભાવને, ઉત્પાદવ્યયરહિત સદાય એકરૂપ રહેતા ભાવને બતાવવા માટે છે. ઉત્પાદવ્યયરૂપ ભાવ ને પરિણામ કહેવાય છે, અને આ પ૨મ ભાવને પારિણામિક કહેવાય છે; છતાં આ ‘પારિણામિક’ શબ્દ ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. હવે આવું ક્યાં સાંભળવા મળે ? (બીજે તો રાગની કથા માંડે છે. )
અહા! ખરેખર જે આ પારિણામિક ભાવ છે તે જ અપરિણામી છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન: તો પછી તેને પારિણામિક કેમ કહ્યો ?
સમાધાનઃ કેમકે તે સહજ ભાવ છે માટે પારિણામિક કહ્યો છે. (અન્વયરૂપ ત્રિકાળ છે ને? માટે પારિણામિક કહ્યો છે.)
પ્રશ્ન: તો પછી તેને અપરિણામી કેમ કહો છો?
સમાધાનઃ કેમકે તે પલટતો-બદલતો નથી માટે અપરિણામી કહ્યો છે. આમ એક ને એક ભાવના બે નામ (છે). આ પારિણામિક ભાવ ધ્રુવ એકાકાર છે, જ્યારે મોક્ષનો માર્ગ તે પર્યાયરૂપ ભાવ છે, પર્યાય છે, પલટતો ભાવ છે.
અહાહા...! કહે છે-પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક' શબ્દ કહ્યો છે, પણ તે, જે પલટેબદલે છે એવા ઉત્પાદવ્યયને-પરિણામને સૂચવવા માટે નથી, તેમ જ તે પર્યાયાર્થિક નયનો વિષય નથી. અહા ! ‘પારિણામિક' શબ્દ કહ્યો માટે પારિણામિક ભાવ પર્યાયાર્થિક નયનો વિષય છે એમ નથી, કેમકે એ (પારિણામિક ભાવ) તો ત્રિકાળ ધ્રુવ છે, નિત્ય...નિત્ય એવો અનાદિ-અનંત અવિનાશી છે; તથા ઉત્પાદવ્યયરૂપ પરિણામમય કે જે પર્યાયાર્થિક નયનો વિષય છે તેમય એ (ભાવ) નથી. માટે એ પર્યાયાર્થિક નયનો વિષય નથી. આવું ઘણું ઝીણું ભાઈ ! ભાષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com