________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
[ નિયમસાર પ્રવચન જોડીને તેનાથી વિરુદ્ધ જે વ્યવહારરત્નત્રય છે તેનો પરિહાર કર્યો છે, અર્થાત વ્યવહારરત્નત્રયનો પરિહાર કરવા સાર” પદ યોજેલ છે. ભાઈ, વ્યવહારરત્નત્રય છે તે પરિહાર કરવાલાયક છે, અને આ (-નિશ્ચયરત્નત્રય) કરવાલાયક છે એમ અહીં કહે છે. અહા ! આવો માર્ગ! લોકોને આકરો વા ઝીણો લાગે, પણ એ જ કર્યો છૂટકો (–મુક્તિ ) છે. એના વિના અનાકુળ શાન્તિ (બીજે ક્યાંય ) સંભવિત નથી.
' અરે ! ચોરાસીના અવતારમાં રઝળતાં-રઝળતાં બહારમાં અધિક-મોટો દેખાવા માટે એણે કેવા કેવા ભાવ કર્યા છે? પણ અંદરમાં હું રાગથી અધિક (ભિન્ન) ને પર્યાયથી પણ અધિક ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એવો એક ક્ષણ પણ ભાવ ન કર્યો. અહા ! આવા નિજ ચૈતન્યપદનો એને મહિમા ભાસ્યો નહિ! વ્યવહારનો મહિમા ભાસ્યો, પણ અંદર નિજ ચૈતન્યદેવનો મહિમા ભાસ્યો નહિ! તેથી કહે છે-એ વ્યવહાર પરિહાર કરવાલાયક છે. આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ અને પંચમહાવ્રતના પાલનનો રાગ-એ રાગના આચરણનો પરિહાર કરવા સાર' પદ યોજેલો છે. ભાઈ, સઘળો વ્યવહાર છોડવાયોગ્ય હેય છે, આદરવાલાયક નથી. આવી વાત આકરી લાગે પણ આ સત્ય છે. સમજાણું કાંઈ...? હવે ટીકા
ગાથા ૩: ટીકા ઉપરનું પ્રવચન: અહાહા...! કહે છે-“અહીં આ (ગાથામાં) “નિયમ” શબ્દને “સાર” શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. ” “નિયમસાર–એમાં “સાર” શબ્દ કેમ જોડયો છે એનો મુનિરાજે ખુલાસો કરી નાખ્યો. કહે છે-એ વડે સ્વભાવરત્નત્રયનું પ્રતિપાદન કર્યું છે. અહા ! વ્યવહારરત્નત્રય એ સ્વભાવરત્નત્રય નથી; એ તો વિભાવ છે. જે શુદ્ધરત્નત્રય આમાં કહેશે એ સ્વભાવરત્નત્રય છે, ને એમાં વિભાવનો અભાવ છે. આવી વાત છે.
પ્રશ્ન: શુદ્ધરત્નત્રયને સ્વભાવરત્નત્રય કહ્યાં; તો શું તે પ્રગટતાં ગુણ પ્રગટે છે? કેમકે સ્વભાવ એટલે ગુણ-એમ અર્થ છે ને?
સમાધાનઃ ના, એ ગુણ નથી; સ્વભાવરત્નત્રય તો પર્યાય છે. અહીં સ્વભાવ કહેવાનો અર્થ એમ છે કે-વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે વિભાવ છે જ્યારે આ શુદ્ધરત્નત્રય સ્વભાવ છે. છે તો બન્નેપર્યાય. શુદ્ધરત્નત્રયને સ્વભાવરત્નત્રય કહ્યાં છે તેથી તે ગુણ છે અર્થાત્ સમ્યગ્દર્શન ગુણ છે, સમ્યજ્ઞાન ગુણ છે, સમ્યક્રચારિત્ર ગુણ છે એમ અર્થ નથી. તે છે તો પર્યાય, પરંતુ અવગુણ (વિભાવ) ટળીને તે પર્યાય પ્રગટ થઈ છે માટે તેને સ્વભાવ કહ્યું છે. અહા! જેમાં વિભાવનો અભાવ છે એવાં નિજ ત્રિકાળી સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર સ્વભાવરૂપ છે, વિભાવ નથી. આ રીતે અહીં સ્વભાવરત્નત્રયનુંનિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું છે. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-“જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણનિયમ ) છે.' શું કીધું આ? અહા! કારણનિયમને બતાવતાં અહીં બે બોલ લીધા છે. એક એમ લીધો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com