________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩]
૩૭ આજ લગી ભવન (ભવ થાય એવાં) કર્તવ્ય કાર્ય કર્યા છે. અહા ! જે અકર્તવ્ય છે અને તે કર્તવ્ય માન્યાં છે, અને એનું જ ફળ આ સંસાર છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર પોતે આત્મા છે તેનો આશ્રય લઈને નિયમથી કરવાયોગ્ય હોય તો બસ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અર્થાત્ આત્માનું જ્ઞાન, તેનું શ્રદ્ધાન અને તેનું જ આચરણ કરવાલાયક છે. હવે આવું જેના કાનેય પડે નહિ, તેને સમજવાનો અવસર ક્યો? એ ક્ય રે સમજે? અરે ભાઈ, આયુના સમય તો ( એક એક કરીને) ચાલ્યા જાય છે, અને એ મૃત્યુના મુખમાં જ રહ્યો છે; સમયે સમયે એ મૃત્યુની નજીક જાય છે. અહા ! તું જાણે છે કે હું કાંઈક વધુ છું, મોટો થાઉં છું, પણ વાસ્તવમાં તો મૃત્યુની સમીપ જ જઈ રહ્યો છો. (જો આ વસ્તુસ્થિતિ હમણાં સમજમાં ન લીધી તો પછી અવસર નહિ હોય.) અહા ! કહે છે-કરવાયોગ્ય હોય તો આ શુદ્ધરત્નત્રય જ છે.
લ્યો, અહીંથી ઉપાડયું છે કે નિશ્ચયથી જીવને કરવાયોગ્ય હોય તો સમ્યગ્દર્શનશાનચારિત્ર છે. આ મોક્ષમાર્ગ કર્તવ્ય છે જેનું ફળ સિદ્ધદશા વા મોક્ષ છે. તીર્થ અને તીર્થનું ફળ-એમ સમયસારમાં (ગાથા ૧રમાં) આવે છે ને? તરવાનો ઉપાય તે તીર્થ, ને તેનું ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. બન્ને પર્યાય છે ( –એક સાધક અને બીજી સાધ્ય. (તીર્થ વા મોક્ષમાર્ગ સાધક છે, ને મોક્ષ સાધ્ય છે.)
હવે, “સાર' પદ જોડલ છે ને? તેનું પ્રયોજન બતાવે છે.
કહે છે-“વિપરીતના પરિહાર અર્થે (–જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર “સાર” એવું વચન કહ્યું છે.' લ્યો, નિશ્ચય રત્નત્રયથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે સાર પદ જોડેલ છે એમ કહે છે.
પ્રશ્નઃ વિપરીત એટલે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને ?
સમાધાનઃ અહીં નિશ્ચયથી વિપરીત વ્યવહારની વાત છે, કેમકે બન્ને નયોના વિષય પરસ્પર વિપરીત-વિરુદ્ધ છે ને? બે નયને પરસ્પર વિરોધ છે. “સમયનયવિરોધ”—એમ (સમયસારના ચોથા કળશમાં) ન આવ્યું? નિશ્ચય અને વ્યવહાર-બે નયોને પરસ્પર વિરોધ છે. તેથી વિપરીત એવા વ્યવહાર જ્ઞાનદર્શનચારિત્રના પરિહાર માટે ખરેખર “સાર” એવું વચન કહ્યું છે. ભગવાન કુંદકુંદાચાર્યનો “સાર” પદ યોજવામાં આ આશય છે.
અહાહા...! ભગવાન આત્મા ઉપર-સામાન્ય-સામાન્ય એવા દ્રવ્ય ઉપર-પર્યાય કર્તવ્ય છે એમ અહીં કહે છે. પ્રવચનસારમાં (ગાથા ૫૯માં) પણ આવે છે કે અનાદિ જ્ઞાનસામાન્યરૂપ સ્વભાવ ઉપર...", અહા ! ત્યાં પણ “ઉપર” એવો શબ્દ છે. એટલે કે અંદર દ્રવ્ય તો ત્રિકાળ જ્ઞાનસ્વભાવ સામાન્ય છે, પણ દ્રવ્યની ઉપર પર્યાયમાં કેવળજ્ઞાન આદિ પ્રગટ થાય છે. એ કેવળજ્ઞાનાદિ ઉપર છે, અર્થાત્ પર્યાયમાં છે, પણ અંદરમાં નથી, દ્રવ્યમાં નથી. અહા ! આવી ઝીણી વાત! અહીં કહે છે-દ્રવ્યના આશ્રયે ઉપર સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તે નિયમથી કર્તવ્ય છે.
અહાહા....! અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતાનો પરમેશ્વર છે. તેનું જ જ્ઞાન, તેનું જ શ્રદ્ધાન અને તેમાં જ અવસ્થિતિરૂપ આચરણ–બસ આ કરવાલાયક છે; તથા “સાર” પદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com