________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
| નિયમસાર પ્રવચન
છે. તે “નિયમ” શબ્દને વિપરીતના પરિહાર અર્થે “સાર” શબ્દ જોડવામાં આવ્યો છે.
[ હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે.]
(ભાર્યા)
इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्।
अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि।।१०।। [ શ્લોકાર્ચ- ] એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્દભવતા અનંગ (-અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦.
ગાથા ૩: ગાથાર્થ ઉપરનું પ્રવચન: અહા! ગાથામાં શું કહે છે? કે “નિયમ એટલે નિયમથી (નક્કી) વત્ વાર્થ-જે કરવાયોગ્ય હોય તે...'
તો શું કરવાયોગ્ય છે? પર્યાય; જુઓ, પર્યાય નક્કી-નિયમથી કરવાયોગ્ય છે. કઈ પર્યાય ? તો કહે છે
TIળવંસારિત'—જ્ઞાનને આદિમાં લઈને જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાય કરવાયોગ્ય છે એમ કહે છે. અહા ! નિયમથી જે કરવાયોગ્ય છે તે નિશ્ચય જ્ઞાનદર્શનચારિત્રની પર્યાય કરવાયોગ્ય છે. નિશ્ચયથી આ જ કર્તવ્ય છે, પણ વ્યવહાર રત્નત્રયનો પર્યાય કર્તવ્ય છે એમ નથી એમ આમાં કહે છે. સમજાણું કાંઈ....?
અહા ! પરમાં તો એને કાંઈ કર્તવ્ય છે જ નહિ, કેમકે પરનું તો આત્મા કાંઈ કરી શકતો જ નથી; એ તો ફક્ત (જૂઠું) માને છે કે હું કરું છું, (બાકી શું કરે? પરમાં એનો પ્રવેશ જ નથી.) અને અશુભભાવ પણ કરવા લાયક નથી. અરે, ખરેખર તો વ્યવહાર રત્નત્રયના શુભભાવ પણ કરવાલાયક નથી એમ કહે છે; બહુ આકરી વાત બાપા! પણ આ સત્ય છે. નિયમથી બસ જ્ઞાન-દર્શન-ચારિત્ર કરવાલાયક છે. ભાઈ, કરવાયોગ્ય બસ આ નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર છે.
અહા ! તે કોના આશ્રયે થાય છે?
તે દ્રવ્યના આશ્રયે થાય છે. શું કીધું? નિશ્ચય કરવાયોગ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વરૂપ આત્મદ્રવ્યના આશ્રયે થાય છે, એ કાંઈ પર્યાયના આશ્રયે થતા નથી; કેમકે એ (પર્યાય) તો કરવાયોગ્ય છે. અહાહા..! આનો ખુલાસો ટીકામાં આવશે. અરે ભાઈ તે તો
૧. વિપરીત વિરુદ્ધ. [ વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને-પરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ
જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે નિયમ’ સાથે “સાર' શબ્દ જોડયો છે.] ૨. અનુત્તમ=જેનાથી બીજુ કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com