________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩]
ગાથા – ૩ णियमेण य जं कजं तं णियमं णाणदंसणचरितं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।३।। જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે “સાર' પદ યોજેલ છે. ૩. અન્વયાર્થ:- [: નિયમ:] નિયમ એટલે [ નિયમેન ] નિયમથી (નક્કી) [ ય વાર્થ] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ જ્ઞાનનવારિત્રમ્] જ્ઞાનદર્શનચારિત્ર. [ વિપરીતરિદાર્થ ] વિપરીતના પરિવાર અર્થે (-જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ) [ 7 ] ખરેખર [ સામ્ રૂતિ વેવ ] સાર' એવું વચન [ ભગત ] કહ્યું છે.
ટીકા- અહીં આ (ગાથામાં), “નિયમ” શબ્દને સાર” શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (–કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્યપ્રયોજનસ્વરૂપ હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે: (૧) પરદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (-જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંત:તત્ત્વના ‘વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ
૧. આ પરમ પરિણામિક ભાવમાં “પારિણામિક' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સુચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પરિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [ વિશેષ માટે સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જાઓ અને બૃહદ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની ટીકા જાઓ. ) ૨. આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ' શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી
અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. ૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમ કે તે સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે, [ કારણનિયમના
આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.) ૪. વિલાસ = કીડા; મોજ; આનંદ. ૫. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી
સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com