________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪
[ નિયમસાર પ્રવચન શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે તેનું ફળ અનંત કાળની મુક્તિ છે, પરમ સુખની પ્રાપ્તિ છે.
અહા ! મોક્ષને માટે મોક્ષમાર્ગમાં અસંખ્ય સમય તો જોઈએ જ. તો તેના એક સમયનું કેટલું ફળ આવ્યું? અનંત અનંત ક્રોડાકોડી-જેનો અંત ન મળે એટલા કાળનું સુખ. માર્ગનું ફળ આવું અલૌકિક મળે છે. પણ શું થાય? વિષય અને ધનરક્ષાની પ્રવૃત્તિ આડ જીવો એ સુખથી વંચિત રહે છે.
વિષયના સુખવાળા, પૈસાની રક્ષા કરવાવાળા અને આત્મસ્વરૂપમાં લીન રહેવાવાળા-એ ત્રણની અહીં વાત કરી છે. જે નિજ આત્મસ્વરૂપમાં લીન છે, આત્મામાં જેણે બુદ્ધિને રોકી છે તે ભગવાનના કહેલા શુદ્ધરત્નત્રયરૂપ માર્ગને પામીને આત્મામાં જ રત રહીને મુક્તિ પામે છે. જ્યારે રાગમાં-વિષય તૃષ્ણામાં-પુણ્ય-પાપના પરિણામમાં-રત રહેનારાઓને સંસાર અને તેનું દુઃખ ફળે છે.
અહાહા..! પુણ્ય-પાપ આદિ રાગાદિથી છૂટી જે આનંદમૂર્તિ નિજ ભગવાન આત્મામાં લીન થાય છે તે શુદ્ધરત્નત્રયરૂપ એવા જિનમાર્ગને પામે છે. અહા ! જિનમાર્ગને પામીને સુખ-સાગર એવા નિજ આત્મામાં જ રત રહે છે તે ખરેખર તેના ફળમાં મુક્તિને પામે છે, પરમાનંદને પ્રાપ્ત થાય છે. આ માર્ગ અને માર્ગનું ફળ કહ્યું છે. પણ અરે! અજ્ઞાની જીવ એમ ને એમ સંસારમાં રખડી મરે છે!
આ બે ગાથા થઈ, હવે ત્રીજી ગાથા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com