________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
ગાથા-૨ ]
બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષ પર્યત કામ-ભોગમાં તલ્લીન રહ્યો. તેના ફળમાં તે સાતમી નરકે ૩૩ સાગરની સ્થિતિએ ગયો. અહા! અહીંના એક શ્વાસના કલ્પનાના સુખના ફળમાં એને ૧૧,પ૬,૯૨૫ પલ્યોપમનું નરકનું ઘોર દુઃખ આવી પડયું. પલ્યોપમ એટલે શું? એક પલ્યોપમના અસંખ્યાતા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. ભારે વાત ભાઈ ! એક શ્વાસના કલ્પનાના સુખનું આવું ફળ! એય સુખ
ક્યાં છે? નરી આકુળતા એ તો છે. અરે! આને (આ જીવને) પણ આવા અનંતા ભવ થયા છે. (ખબર નથી તો શું થયું? તીવ્ર મોહવશ તીવ્ર કામ-ક્રોધાદિનાં આવાં જ ફળ હોય છે.)
અહા! કહે છે-આત્માના અનાકુળ આનંદના સુખને ભૂલીને વિષયલંપટી થઈ જીવ ક્યારેક કામના-વિષયના સુખમાં લીન થાય છે; તે સુખની કલ્પનામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એના એક શ્વાસના માનેલા સુખના ફળમાં ૧૧,પ૬,૯ર૫ પલ્યોપમના ઘોર-અતિઘોર દુઃખને પામે છે. એના ભારે ભયાનક ફળનો વિચાર સુદ્ધાં એને થતો નથી. સમજાણું કાંઈ....? ભાઈ, જેમ માર્ગનું ફળ મુક્તિ છે તેમ આનું-કામભોગનું ફળ સંસાર છે, દુઃખ છે. આવી વાત છે. આ ભોગની વાત કરી, હવે પરિગ્રહની વાત કરે છે:
અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે.' શું કીધું? પૈસા મેળવવાની અને તેની રક્ષા કરવાની બુદ્ધિ કરે છે. “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ”—એમ લોકો બોલે છે ને? તેમ અહા ! પૈસાનો દાસ-કિંકર થઈને તેની રક્ષાની બુદ્ધિ કરે છે. તીવ્ર લોભવશ પરિગ્રહ વધારવાની અને તેની રક્ષાની બુદ્ધિ કરે છે તો તે પણ નરકમાં જાય છે, ને ત્યાં અસંખ્ય અબજો વર્ષ પર્યત અસહ્ય દુ:ખને ભોગવે છે; અથવા તો તિર્યંચ આદિના દુઃખને પ્રાપ્ત થાય છે. જો તીવ્ર મમત્વાદિ હોય તો મરીને નિગોદમાં પણ જાય છે. અહા ! ત્યાં એના દુઃખની શી વાત કરવી? ૭૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિએ નિગોદમાં જાય છે. એક શ્વાસમાં ૧૮ ભવ કરે એના તીવ્ર દુ:ખને કોણ કહે ? અને તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ પર્યત. (૧ સાગરમાં ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય છે). અરે! ભગવાન જિનવરનો માર્ગ પામ્યા વિના એની આવી કરુણ દશા થઈ ! અરે ! વિષયસુખ પ્રતિ ગતિ કરનારા ને ધનરક્ષાની બુદ્ધિ કરનારને કેવા કહેવા?
હવે કહે છે-“જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે.'
જુઓ, ગાથામાં “નિસાસને ' પદ આવ્યું હતું ને? તે અહીં કહે છે–વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કહ્યો છે તે જિનવરના માર્ગને પામીને, અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય એવા માર્ગને પામીને જે પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે. , અહા! અજ્ઞાની કામિનીમાં રત હુતો, વા તે ધનની રક્ષામાં લીન હતો, જ્યારે આ પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે એમ કહે છે. અહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેમાં આ લીન થાય છે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા થઈ ખરેખર મુક્તિને પામે છે. અહા ! એના અસંખ્ય સમયના સાધકભાવનું-મોક્ષના માર્ગનું-ફળ અનંત...અનંત સાગરોપમનું અર્થાત્ સાદિ અનંતકાળનું સુખ એને પ્રાપ્ત થાય છે. (“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” –લીન થાય છે.) અહા ! અસંખ્ય સમય નિજ સ્વરૂપમાં લીન થાય, અર્થાત એવો જે અસંખ્ય સમયનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com