________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨
[નિયમસાર પ્રવચન
એને
શું કહેવું ? ( ૫૨મ રત્ન). અને એવી અનંતી પર્યાય ભગવાન આત્મામાં (ગર્ભિતપણે ) પડી છે તો કહીએ ? અહાહા...! એ તો અનંત રત્નોનો મહાસાગર એવો ભગવાન રત્નાકર છે. શું કીધું ? અહાહા...! ભગવાન! તું ભગવાન રત્નાકર છો. તું માન ન માન, પણ આવો જ છો પ્રભુ! છતાં તું સંજોગોમાં ભરમાઈને ખુશી થાય છે? શું થયું છે પ્રભુ! તને આ? અહા! તારા કટાક્ષે તો ચાર કર્મનો ભૂક્કો થાય એવો તું મહા પ્રભુ છો, છતાં તેનો મહિમા નહિ, આદર નહિ અને આ બહારમાં પ્રસન્નતા-આહ્લાદ થઈ જાય છે, વિષયોમાં વીર્ય ઉન્નસિત થઈ જાય છે? ભગવાન! એ તો દુઃખનો-સંસારનો પંથ છે. માટે ત્યાંથી ખસી વીર્યને અંદર જોડને? અહાહા...! તારા આત્માને પ્રસન્ન કર ને ?
અહા ! તારા રત્નત્રયની એવી કિંમત છે કે એના ફળમાં પરમાનંદમય મોક્ષ મળે છે, અને એવા રત્નત્રયનો આધાર તું જ છો; તારા (-પોતાના ) આશ્રયે તે પ્રગટે છે. અહા! આવા મહા રત્નોનો તું સાગર હોવા છતાં આ કાંકરા વીણવા માંડયો ? ભાઈ, હંસલો અનાજ ન ખાય, એ તો મોતીના ચારા ચરે; ભૂખ્યો રહે પણ અનાજ ન ખાય. તેમ ભગવાન! તું સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ અણમોલ રત્નોનાં ભોજન-અનુભવ કરે, રાગાદિનાં ભોજન-અનુભવ ન કરે એ શોભા છે. અહા! આત્મજ્ઞ સંતો-જ્ઞાની ધર્માત્મા પુરુષો કદીય જ્ઞાન છોડીને રાગનો અનુભવ કરતા નથી. સમજાણું કાંઈ.. ?
હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં મુનિરાજ શ્લોક કહે છેઃ શ્લોક ૯: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
જુઓ, આ નિયમસારનો જીવ અધિકા૨ છે. તેમાં આ બીજી ગાથા પછી કળશ (૯મો કળશ ) છે. બીજી ગાથામાં મોક્ષમાર્ગ અને તેનું ફળ કહ્યું ને ? હવે એનો ટોટલ (સરવાળો) કરે છે, અર્થાત્ સંસાર અને તેનું ફળ તથા મોક્ષમાર્ગ અને તેનું ફળ કળશ દ્વારા કહે છે.
અહીં કામ, અર્થ અને મોક્ષ–એમ ત્રણ વાત લીધી છે. કહે છે-‘મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે.’
અહા! અનંતકાળમાં અનંત વા૨ સ્ત્રીના ભોગ પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ એણે ગતિ કરી છે; પણ એનું ફળ દુઃખરૂપ સંસાર મળ્યો છે. અહા! અહીં મોક્ષમાર્ગ અને એનું ફળ બતાવવું છે ને ? તો પહેલાં કુમાર્ગનું ફળ સંસા૨પરિભ્રમણનું દુ:ખ છે એમ કહે છે.
શાસ્ત્રમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત આવે છે. તેને એક સ્ત્રીરત્ન હતી કે જેની હજાર દેવો સેવા કરતા હતા. તે સ્ત્રીરત્નમાં એ એવો તલ્લીન રહેતો કે મરતી વેળાએ ‘કુમતિ, કુમતિ ’–એમ કરતાં કરતાં તેનો દેહ છૂટયો. પરિણામે તે નરકમાં જઈ પડયો. અહા! કામિની પ્રતિ તીવ્ર વાસનાયુક્ત પ્રેમના ફળમાં તે ૩૩ સાગરની આયુષ્યની સ્થિતિ લઈ સાતમી નરકમાં જઈ પડયો. અહા! કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા (કલ્પનાથી માનેલા) સુખનું આ ફળ છે. આત્માથી ઉત્પન્ન થતા અતીન્દ્રિય સુખની એણે દરકાર કરી નહિ. ભગવાને કહેલા માર્ગને આચર્યો નહિ, અને કામથી વિવશ આવાં આચરણ કર્યાં તો એના ફળમાં તે સાતમી ન૨૬માં ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com