________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧
ગાથા-૨] એમ અહીં કહે છે-શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ પરમ નિરપેક્ષ છે. છે ને અંદર કે નહિ? “પરમ નિરપેક્ષ હોવાથી.” અહાહા...! આટલી તો સ્પષ્ટ–ચોખ્ખી વાત કરી છે. એમાં એકલો “નિરપેક્ષ'—એમ નહિ, શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ' કહ્યો છે. મતલબ કે તેને રાગની-વ્યવહારની જરાય અપેક્ષાગરજ નથી. શું કીધું? કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે, વા નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા કરે તો તેને સમ્યગ્દર્શન થાય એવી વ્યવહારની-વિકલ્પની અને અપેક્ષા નથી.
અહાહા..! નિજ પરમાત્મતત્ત્વનું સમ્યકશ્રદ્ધાન અર્થાત્ સીધું તેનું શ્રદ્ધાન, સીધું તેનું જ્ઞાન અને સીધું તેનું અનુષ્ઠાન-એવો શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ, કહે છે, “પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.' જોયું? પરમ નિરપેક્ષ હોવાથી (સ્વસહાય અર્થાત્ અસહાય હોવાથી) શુદ્ધરત્નત્રયરૂપ માર્ગ મોક્ષનો ઉપાય છે એમ કહે છે. જો ઉપાય સાપેક્ષ (પરસહાય) હોય તો તેનાથી મોક્ષ ન થાય એમ અર્થ છે.
હવે કહે છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાસ્મોપલબ્ધિ છે.” અહા! શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે અને તેનું ફળ સ્વાસ્મોપલબ્ધિ અર્થાત્ પોતાના આત્માની પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ છે. અહાહા...પરમાનંદમય એવી પૂર્ણ દશા થાય તે સ્વાસ્મોપલબ્ધિ છે. સ્વ + આત્મ + ઉપલબ્ધિ = સ્વાસ્મોપલબ્ધિ અર્થાત્ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ. ઓહો....! દ્રવ્ય તો (ત્રિકાળ) શુદ્ધ છે જ, પણ પર્યાય પૂર્ણ થઈ ગઈ તે શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. રાગ સર્વથા ગયો, અપૂર્ણતા ગઈ, અને એકલી પરમજ્ઞાનરૂપ પરમાનંદમય દશા પ્રાપ્ત થઈ એનું નામ સ્વાત્મોપલબ્ધિ છે, અને તે મોક્ષ-નિર્વાણ છે. અહો ! આ તો અલૌકિક ટીકા છે!
આમ માર્ગ અને માર્ગફળ કહ્યું. હવે, નીચે ફૂટનોટમાં અર્થ છે એ જોઈએ:
શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યક આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે..'
જુઓ, અહીં સમ્યક અનુષ્ઠાનનો અર્થ સમ્યફ આચરણ અર્થાત્ સમ્યક ચારિત્ર કર્યો છે. વળી નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ શુદ્ધરત્નત્રય-તેને પરની અર્થાત્ પરદ્રવ્યની અને ભેદોની એટલે પોતાના પર્યાયભેદોની અર્થાત વ્યવહારાદિ ભેદોની લેશ પણ અપેક્ષા નથી એમ કહે છે. માટે, કહે છે, શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે. (ભાઈ, મોક્ષનો ઉપાય સ્વાધીન-સ્વસહાય છે, પરાધીન-પરસહાય નથી.) અહા! કેવો સ્પષ્ટ અર્થ કર્યો છે!
હવે કહે છે-“તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.” ટીકામાં સ્વાસ્મોપલબ્ધિ કહી છે. સ્વાસ્મોપલબ્ધિનો અર્થ શુદ્ધાત્માની પૂર્ણ પ્રાપ્તિ એવો છે.' અહાહા....! ભગવાન આત્માની પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાન્તિ, પૂર્ણ વિર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા....અહાહા..! એવી પૂર્ણ દશાની પ્રાપ્તિને સ્વાસ્મોપલબ્ધિ વા શુદ્ધાત્માની પૂર્ણ પ્રાતિ કહે છે. જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં રત્ન કહ્યા છે તો તેનું ફળ જે મોક્ષ તેને તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com