________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
[ નિયમસાર પ્રવચન સમ્યગ્દર્શન છે. અહા ! આ પ્રતીતિ ત્રિકાળી ધ્રુવ અભેદ દ્રવ્યના આશ્રયે જ થાય છે, તેથી આશ્રયની વાત હોય ત્યાં દ્રવ્ય મુખ્ય-પ્રધાન છે, ને પર્યાય ગૌણ છે. જ્યાં સીધી પર્યાયની (પર્યાયને જાણવાની) વાત હોય તેમાં મુખ્ય-ગૌણ નથી; પણ આશ્રય કરવામાં તો દ્રવ્ય (એક જ્ઞાયકભાવસ્વરૂપ) જ મુખ્ય છે, ને પર્યાય ગૌણ છે.
અહાહા..! કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ'.' જોયું? માર્ગ શુદ્ધરત્નત્રયસ્વરૂપ છે એમ કહ્યું છે. અહાહા..! પોતે પરમાત્મતત્ત્વ છે, નિજ સ્વરૂપે પરમાત્મા જ છે; તેને પરમતત્વ કહો, જ્ઞાયકતત્ત્વ કહો, પરમાત્મા કહો કે પરમસ્વરૂપ કહો-બધું એક જ છે. અહા ! આવા નિજ પરમતત્ત્વની સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન અને તેમાં જ સમ્યક અનુષ્ઠાન- આવો ત્રિરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ છે. અહીં ચારિત્ર માટે અનુષ્ઠાન શબ્દ વાપર્યો છે. અનુષ્ઠાન કરો, અનુષ્ઠાન કરો-એમ લોકો રાડો પાડે છે ને? એમ કે અનુષ્ઠાન કાંઈક બીજું હશે ને ચારિત્ર કાંઈક બીજું હશે; પણ બાપુ! એમ નથી; સ્વસ્વરૂપનું અનુષ્ઠાન એ જ ચારિત્ર છે. આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. અહાહા..! નિજ પરમાત્મતત્ત્વમાં સમ્યક પ્રકારે ઠરવું-વિશ્રામ લેવો-એવું આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. સમજાણું કાંઈ...?
અહાહા....! અંદર આત્મા એક જ્ઞાયકતત્ત્વ પરિપૂર્ણ પ્રભુ છે. વસ્તુ છે ને? અસ્તિ અર્થાત્ સત્તા છે ને? માટે તે નિર્વિકલ્પ સ્વસહાય અર્થાત્ પોતે પોતાથી છે; અને તેથી પરિપૂર્ણ જ છે. શું વસ્તુમાં અપૂર્ણતા હોય? (ના.) એમ વસ્તુની ત્રિકાળ શક્તિઓમાં શું અપૂર્ણતા હોય? (ન હોય).
હા, પણ અનંત ગુણોમાંથી એકાદ ઓછો હોય તો શું વાંધો?
અરે ભાઈ ! જો એક ગુણ પણ ઓછો હોય (માનો) તો દ્રવ્ય જ સિદ્ધ ન થઈ શકે અર્થાત્ દ્રવ્ય જ ન રહે, (કેમકે અનંત ગુણોનું અભેદ એકરૂપ તે દ્રવ્ય છે.)
તો ગુણ અનંત જ જોઈએ?
હા, અનંત જ છે. અરે, પર્યાયનો એક અંશ કાઢી નાખો તો દ્રવ્ય સિદ્ધ ન થાય, કેમકે પર્યાયનો એક અંશ કાઢી નાખતાં આખો એક ગુણ સિદ્ધ ન થાય, અને એક ગુણ સિદ્ધ નહિ થતાં, અનંત ગુણોનું એકરૂપ દ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય. અહાહા...! અનંતી પર્યાયોનો પિંડ તે ગુણ છે, અને અનંતા ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. માટે એક પર્યાય કાઢી નાખો તો એક ગુણ સિદ્ધ નહિ થાય, અને એક ગુણ સિદ્ધ નહિ થતાં, અનંત ગુણોનું એકરૂપ એવું દ્રવ્ય-તે દ્રવ્ય સિદ્ધ નહિ થાય. આવી વાત છે.
અહીં કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી.'
હા, પણ વ્યવહારથી નિશ્ચય થાય-એમ વ્યવહારની સાપેક્ષતા હોય ને? બે પૈડાથી રથ ચાલે છે, શું એક પૈડાથી રથ ચાલે?
અહા ! પં. શ્રી બનારસીદાસજીએ ઉપાદાન-નિમિત્ત દોહામાં કહ્યું છે કેએક ચક્રસો રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ'.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com