________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨]
૨૯ આશ્રય લેવો બસ તે એક જ મોક્ષમાર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહિ. હવે કહે છે
આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (મન:પર્યયજ્ઞાનના ધરનારા ) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે.'
શું કીધું? માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારનું વીતરાગના શાસનમાં કથન છે. અહા! આવામાર્ગ ને માર્ગફળ એવા–બે પ્રકાર છે ખરા, પણ માર્ગ બે પ્રકારનો વા માર્ગફળ બે પ્રકારનું હોય એમ છે નહિ. તેમ જ માર્ગ બે પ્રકારે ને તેનું ફળ એક પ્રકારે-એમ પણ છે નહિ. એક જ માર્ગ છે, ને એક જ માર્ગફળ છે. અહાહા...! કહે છે-આ રીતે માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારનું ચતુર્થજ્ઞાનધારી પૂર્વાચાર્યોએ અર્થાત્ અનંતા ગણધરદેવોએ અને બીજા જે મહાન શ્રતધર આચાર્યો થયા તેમણે પરમ વીતરાગ સર્વજ્ઞદેવના શાસનમાં કથન કર્યું છે.
હવે, રત્નત્રય કોને કહીએ ? અને તે કેમ પ્રગટે ?–તેની વ્યાખ્યા કરે છે:
કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાસ્મોપલબ્ધિ (-નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.'
જુઓ, શું કીધું? કે “નિજ પરમાત્મતત્ત્વનાં...' , અહાહા....! અંદર જે ભગવાન આત્મા નિજ પરમાત્મા છે તેનાં , આ બહારમાં જે ભગવાન-પરમાત્મા બિરાજે છે એ નહિ હોં, એ તો પર પરમાત્મા છે; આ તો નિજ પરમાત્મા અર્થાત્ પોતે સ્વરૂપથી પરમાત્મા છે એની વાત છે. બાકી આને ભજો ને એને ભજો-એવી વાતો તો પરલક્ષની છે. અરે પ્રભુ! તું પોતે પરમાત્મસ્વરૂપ છો કે નહિ? અહા ! તું પોતાના - નિજ પરમાત્માના-લક્ષ પ્રાપ્ત થાય એવો છો, બીજા (પરમાત્મા) ના લશે નહિ. આ ટંકોત્કીર્ણ વાત છે કે સ્વલક્ષે જ ધર્મ થાય છે, પરલક્ષે નહિ; પરના લક્ષે તો વિકલ્પ જ થાય છે. એક સ્વના લક્ષે જ નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે.
તો કહે છે-“નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન.'—જુઓ, અહીં નવતત્ત્વનું શ્રદ્ધાન એમ કાંઈ કીધું નથી.
પ્રશ્ન: હા, પણ તત્ત્વાર્થસૂત્રમાં ને મોક્ષમાર્ગપ્રકાશકમાં નવતત્ત્વના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે.
સમાધાનઃ હા, પણ ભાઈ, તેનો સરવાળો આ છે કે પોતાના ત્રિકાળી એક જ્ઞાયકભાવને જાણવો. નવતત્ત્વમાં એક નિજ પરમાત્મસ્વરૂપ જીવને જ્યારે જાણે છે ત્યારે નવને તે જાણે છે–ખરેખર તો એમ છે. ઝીણી વાત છે પ્રભુ! સમયસારની ૧૩મી ગાથામાં આવે છે કે-ભૂતાર્થથી એક જીવને-ભગવાન શાયકનેજાણતાં પર્યાય આદિના સમસ્ત પ્રકારો તેમાં નથી એમ જણાઈ જાય છે; અને તેને જ ભૂતાર્થથી નવ તત્ત્વને જાણ્યા કહેવાય છે. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા, અભેદ એક ચિન્માત્ર વસ્તુ, પોતે પરિપૂર્ણ સ્વભાવનો સાગર છે. અહાહા...! તેની સ્વસંવેદનજ્ઞાનપૂર્વક પ્રતીતિ થવી એનું નામ સભ્યશ્રદ્ધાન વા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com