________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
[ નિયમસાર પ્રવચન ફળરૂપે પુરુષ મુક્તિરૂપી સ્ત્રીને વરે છે અર્થાત મોક્ષને પ્રાપ્ત થાય છે. અહા ! માર્ગને પ્રાપ્ત પુરુષ મુક્તિનીપરમ આનંદની-પરિણતિને સ્વયંવર કરીને વરે છે. સ્વર્ય + વર-અહાહા..પોતે પ્રધાનદશા પ્રગટ કરીને મોક્ષને વરે છે, પ્રાપ્ત થાય છે; એમાં કોઈની અપેક્ષા-ગરજ નથી. આવી વાત! સમજાણું કાંઈ...? (મુક્તિરૂપી સ્ત્રી = નિર્મળ આનંદની પરિણતિ, વિશાળ ભાલપ્રદેશે તેની શોભા=અલંકારરૂપ તિલકપણું = વરવું.) અહાહા...માર્ગના ફળરૂપે પુરુષ (આત્મા) નિર્મળ આનંદની પરિણતિની શોભાને વરે છે–પ્રાપ્ત થાય છે.
ભાઈ, આ જ માર્ગ છે, અને આ માર્ગથી જ મુક્તિ છે; બીજો કોઈ માર્ગ નથી, અને બીજા માર્ગથી મુક્તિ નથી.–આ સમ્યક એકાંત છે. વ્યવહાર જે રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી, એ તો બીજોબંધમાર્ગ છે. જે વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે એ છે તો બંધરૂપ બંધનો માર્ગ, તેને વ્યવહાર મોક્ષમાર્ગ આરોપથી કહ્યો છે. બાકી તે મોક્ષમાર્ગ ક્યાં છે? ઉપચારથી કહેવું એ વ્યવહારનું લક્ષણ છે. (વ્યવહાર મોક્ષમાર્ગ એ તો ઉપચારમાત્ર છે, એ કાંઈ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી.) સમજાણું કાંઈ?
અહાહા..ભગવાન આત્મા જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ અંદર પૂર્ણાનંદસ્વરૂપથી ડોલી રહ્યો છે. પણ એને કેમ બેસે? પામર-ભિખારી થઈને (ચતુર્ગતિમાં) જે રખડે છે તેને પોતાની આવી પ્રભુતા પ્રતીતિમાં કેમ આવે? અહા ! અંતર પરમ સ્વભાવભાવનો આશ્રય કરતાં અલૌકિક લાભ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. એનું ચિત્ત બહારમાં ભટકે છે તેથી તેને પોતાનો આત્મા-પૂર્ણાનંદનો નાથ-અતિ દુર્ગમ થઈ પડ્યો છે. સ્વસ્વરૂપનો આશ્રય તેને દુર્ગમ લાગે છે. માટે તે એમ માને છે કે બીજું કાંઈક કરીએ. પણ અરે ભાઈ ! તું બીજું શું કરી શકે છે? પોતામાં ઠરવા સિવાય તું બીજું શું કરી શકે? પોતાને જાણીઓળખી પોતામાં કરી શકે છે, અને એ જ કર્તવ્ય છે. ત્રીજી ગાથામાં આચાર્યદવ પોતે જ કહેશે કેનિયમથી કર્તવ્ય હોય તો તે આ જ છે. શું? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ કર્તવ્ય છે, બીજું કાંઈ એને કર્તવ્ય છે જ નહિ.
જુઓ, અહીં કહે છે-માર્ગનું ફળ એક જ (મોક્ષ જ) છે. અહાહા..! શું કીધું? જેમ માર્ગ એક છે તેમ તેનું ફળ પણ એક જ છે. માર્ગના ફળમાં બંધ થાય કે સ્વર્ગ (ગતિ) મળે એમ છે નહિ. (જેનાથી બંધ થાય કે ગતિ મળે એને માર્ગ કેમ કહીએ?) માટે માર્ગ બે નથી; કેમકે જો માર્ગ બે હોય તો તેનાં ફળ પણ બે હોવાં જોઈએ. હવે શુદ્ધરત્નત્રયનું ફળ તો મોક્ષ કહ્યું, તો વ્યવહારરત્નત્રયનું ફળ શું? શું એનું ફળ પણ મોક્ષ છે? (ના). તો શું મોક્ષ બે પ્રકારનો છે? ના. અરે ભાઈ, વ્યવહારરત્નત્રય તો વાસ્તવમાં બંધરૂપ ને બંધનું જ કારણ છે. એ તો ઉપચારથી એને માર્ગ (વ્યવહાર માર્ગ) કહેવામાં આવે છે. બાકી ત્રણ કાળ–ત્રણ લોકમાં શુદ્ધરત્નત્રય એક જ માર્ગ છે. શ્રીમદે કહ્યું છે ને કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' . અહા ! અજ્ઞાનીઓ કહે છે-બે માર્ગ ન માને તે ભ્રમમાં છે, જ્યારે અહીં કહે છેમોક્ષમાર્ગ બે માને તે ભ્રમમાં છે. સમજાણું કાંઈ...?
અહાહા...! બેહદ-અપરિમિત-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિ અનંત શક્તિઓનું એક સત્ત્વ ભગવાન આત્મા છે. તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com