________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨]
લ્યો, પહેલેથી જ અહીં આ સિદ્ધ કરે છે. ભાઈ, આ એક જ વાત છે કે માર્ગ તો શુદ્ધરત્નત્રય છે, તેને નિશ્ચયરત્નત્રય કહો, અત્યંતરરત્નત્રય કહો કે અભેદરત્નત્રય કહો-બધું એક જ છે. અહા ! સ્વ-આશ્રયે જે વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે તેને અહીં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. આ શુદ્ધરત્નત્રય દઈને (એના મોલમાં) મોક્ષ લેવાનો છે. એટલે કે શુદ્ધરત્નત્રય પરિપૂર્ણ પ્રગટ કરતાં તેના ફળ તરીકે મોક્ષનિર્વાણપદ મળે છે. આવી વાત છે.
અહા ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય છે એ પર્યાય છે. એ કાંઈ દ્રવ્ય-ગુણ નથી. તે શુદ્ધરત્નત્રય માર્ગ હોવાથી મોક્ષનો માર્ગ છે તે પર્યાય છે એમ વાત છે. (જે) પરિણમતું હોય એ જ માર્ગ હોય ને? ધ્રુવ (દ્રવ્ય ) છે એ તો ધ્રુવ જ છે; અને એ શક્તિરૂપે સહજ અનંત ચતુર્યથી સદાય બિરાજમાન છે. અહા ! એ શક્તિનું પરિણમન જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય તે શુદ્ધરત્નત્રય પર્યાય છે અને તે મોક્ષનો માર્ગ છે. અહા ! એ કોના આશ્રયે પ્રગટ થાય એ જુદી–બીજી વાત છે, પણ તે (-મોક્ષનો માર્ગ) છે પર્યાય.
વળી બીજી વાત આ છે કે શુદ્ધરત્નત્રયપણે પર્યાય પરિણમે છે તે સ્વતંત્ર છે, તેને કોઈનીયદ્રવ્યનીય અપેક્ષા નથી. ફક્ત તે (પર્યાય) દ્રવ્ય પ્રતિ ફરે (ઢળ) છે એટલું જ, બાકી તેનું પરિણમન
સ્વતંત્ર છે. વળી શુદ્ધરત્નત્રયની પર્યાય, થાય છે તો દ્રવ્યના આશ્રય-દ્રવ્ય પ્રતિ ઢળતાં, છતાં તે ત્રિકાળીમાં-ધ્રુવ દ્રવ્યમાં નથી, કેમકે આ તો વર્તમાન નવું પરિણમન છે. અહીં તો તે દ્રવ્યના આશ્રયે થાય છે એમ વિશેષ સિદ્ધ કરવું છે. આવી ઝીણી વાત છે.
અહા! કહે છે-માર્ગ તો શુદ્ધરત્નત્રય છે. જુઓ, આ એક જ વાત કરી છે, પણ કથંચિત શુદ્ધરત્નત્રય માર્ગ છે ને કથંચિત્ અશુદ્ધરત્નત્રય માર્ગ છે એમ અહીં નથી કહ્યું. અશુદ્ધરત્નત્રય કહો, વ્યવહારરત્નત્રય કહો, બાહ્યરત્નત્રય કહો-એ માર્ગ નથી. અહા ! આવી સ્પષ્ટ વાત છે.
અરે ભાઈ ! તારામાં બધું જ છે ને પ્રભુ! તું ક્યાં ઓછો –અધૂરો કે વિપરીત છો? સ્વરૂપથી જ ભગવાન! તું શક્તિએ પરિપૂર્ણ-ભરપૂર ભર્યો છો ને? (“પ્રભુ! મેરે તૂ સબ બાતે પૂરા..') અહાહા..! એનું (શક્તિનું) પર્યાયરૂપે પરિણમન થવું તે માર્ગ છે. માર્ગ જ આ છે એમ અહીં એક જ સિદ્ધાંત કહ્યો છે. નિરૂપણ બે પ્રકારે છે એમ પણ અહીં લીધું નથી. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓનું પૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ છે તેનો આશ્રય લેતાં, “સ્વાશ્રયો નિશ્ચય'-એ ન્યાયે જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધરત્નત્રય-નિશ્ચયરત્નત્રય છે અને તે માર્ગ છે. અહા! ચાલવાનો રસ્તો-માર્ગ શુદ્ધરત્નત્રય છે કે જે માર્ગે જતાં માર્ગનું ફળ (ગન્તવ્ય ). મોક્ષ-મુક્તિ પ્રાપ્ત થાય છે. અહા ! આવી અલૌકિક વાત છે.
છે ને અંદર? અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે).' વરવાના સમયે-લગ્ન સમયે સ્ત્રી શોભાઅલંકારરૂપ કપાળમાં તિલક-ચાંદલો કરે છે ને? એને લક્ષ કરીને કહે છે-માર્ગનું ફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે. મતલબ કે માર્ગના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com