________________
૨૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
ગાથા ૨: ગાથાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘માર્ગ અને માર્ગફળ એમ બે પ્રકારનું જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે.’
અહા ! ‘માર્ગ અને માર્ગફળ' અર્થાત્ મોક્ષનો માર્ગ અને મોક્ષમાર્ગનું ફળ મોક્ષ–એમ બે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ક્યાં ? જિનશાસનમાં, ભગવાન જિનેશ્વરદેવના શાસનમાં. અહા! અનંતકાળથી વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર-જિનવો-તીર્થંકરો થતા આવ્યા છે. તેમનું શાસન જિનશાસન છે. અહા ! જૈન ૫૨મેશ્વર કે જેમનામાં પૂર્ણ જ્ઞાનદર્શનનો-કેવળજ્ઞાન-કેવળદર્શનનો નિવાસ છે તેમના શાસનમાં આ બે પ્રકારની (સમ્યક) વાત છે, પણ એ (જિનશાસન) સિવાય બીજે ક્યાંય બેનું યથાર્થ કથન હોઈ શકે નહિ. સમજાણું કાંઈ... ?
સમાવ્યાતŕ' એમ શબ્દ છે ને? સન્ + આધ્યાત†-સમ્યક્ પ્રકારે કથન કરવામાં આવ્યું છે. અહા ! ભગવાનના શાસનમાં–જિનશાસન વિષે એ પ્રકારનું સાચું અર્થાત્ સમ્યક્ પ્રકારે, જેવો માર્ગ છે ને જેવું માર્ગનું ફળ તેવું જ થન કરવામાં આવ્યું છે એમ કહે છે.
ત્યાં ‘માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.' જોયું? માર્ગ મોક્ષોપાય એટલે આત્માના મોક્ષનું કારણ તે માર્ગ છે, અને માર્ગનું ફ્ળ નિર્વાણ એટલે મોક્ષ છે. અહા! આ બેની-માર્ગ અને માર્ગફળની–સમ્યક્ પ્રકારે વ્યાખ્યા જો ક્યાંય હોય તો જિનશાસન વિષે કહેવામાં આવી છે, બીજે નહિ. સમજાણું કાંઈ ?
ગાથા ૨: ટીકા ઉ૫૨નું પ્રવચનઃ
‘આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (−તે બન્નેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના ) છે.’
જુઓ, કહે છે–આ, અમે શાસ્ત્રમાં જે કહેવા માગીએ છીએ તે શુદ્વરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ અને તેનું ફળ મોક્ષ–તેના સ્વરૂપનિરૂપણની સૂચના અર્થાત્ પ્રસ્તાવના છે.
હવે કહે છે-‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,’
જુઓ, આ ‘તત્ત્વાર્થસૂત્ર' નું સૂત્ર છે. ભગવાન ઉમાસ્વામી દિગંબર સંત-મહામુનિવર-આચાર્ય આશરે બે હજાર વર્ષ ઉ૫૨ થઈ ગયા. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના તેઓ શિષ્ય હતા. તેમણે તત્ત્વાર્થસૂત્ર નામનું શાસ્ત્ર બનાવ્યું છે. ‘ સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: ' એ આ શાસ્ત્રનું પહેલું સૂત્ર છે. તેનો આધાર લઈ અહીં ટીકાકાર મુનિરાજ કહે છે કે આવું શાસ્ત્રનું વચન છે. અને તેથી, કહે છે
‘માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે ( અર્થાત્ માર્ગળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે).’
અહાહા...! કહે છે-‘માર્ગ તો શુદ્વરત્નત્રય છે.' જુઓ, અહીંથી ઉપાડયું છે કે માર્ગ તો શુદ્વરત્નત્રય નામ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે જ છે; માર્ગ બે છે એમ નહિ. એક નિશ્ચય શુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ અને બીજો વ્યવહા૨ અશુદ્ઘરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ-એમ બે માર્ગ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com