________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨]
ગાથા - ૨ मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं। मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।२।।
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨. અન્વયાર્થઃ- [મા: માન-] માર્ગ અને માર્ગફળ [તિ દ્વિવિઘં] એમ બે પ્રકારનું [ fજનશાસને] જિનશાસનમાં [સમાધ્યાત{] કથન કરવામાં આવ્યું છે; [ મા. મોક્ષોપાય: ] માર્ગ મોલોપાય છે અને [ ત૨ પછi ] તેનું ફળ [ નિર્વાનું ભવતિ ] નિર્વાણ છે.
ટીકા- આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (–તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે.
સન્ગર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમા: (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર મોક્ષમાર્ગ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (મન:પર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાનઅનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ (-નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે. [ હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
(પૃથ્વી) क्वचिव्रजति कामिनीरतिसमुत्थसौख्यं जनः क्वचिद्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः। क्वचिन्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो
निजात्मनि रतो भवेव्रजति मुक्तिमेतां हि सः।।९।। [શ્લોકાર્ચ- ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
* શુદ્ધરત્નત્રય અર્થાત નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યફ આચરણ પરની તેમ જ
ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com