________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૪]
૩૮૫ [ શ્લોકાર્ચ- ] એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક પદ્ધવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. ૫૧.
ગાથા ૩૪: ટીકા ઉપરનું પ્રવચન: _“છવ્વાળિ...' લ્યો, આમાં તો આ ચોખ્ખો પાઠ છે કે છ દ્રવ્યો છે. વળી, “fણદિઠ્ઠા નિમિયે...' વીતરાગના શાસ્ત્રમાં તો આમ છે (કે છ દ્રવ્યો છે, એમ અહીં કહે છે. હવે ટીકા
“આ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.'
જુઓ, કાળ અસ્તિકાય નથી ને? કાળ અસ્તિ છે, પણ કાય-પ્રદેશોનો સમૂહુ-તેમાં નથી. જ્યારે બાકીનાં પાંચ દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ ને આકાશ) અસ્તિકાય છે. માટે, તેઓથી કાળ જુદો પડે છે. પરંતુ બીજાં પાંચ દ્રવ્યોથી તે કાળ જુદો પડે છે માટે તે અતિ પણ નથી એમ નથી. એ જ વાત કહે છે:
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત એક કરતાં વધારે પ્રદેશો વિનાનો )
કાળને, કહે છે, બે કે બેથી વધારે પ્રદેશ હોતા નથી, અર્થાત્ કાળ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો છે. કારણ કે,
કારણ કે “સમો 31પૂવેસો (કાળ અપ્રદેશ છે) ” એવું શાસ્ત્રનું) વચન છે. આને દ્રવ્યપણું જ છે, બાકીના પાંચને કાયપણું (પણ) છે જ.'
જુઓ, શું કીધું? કે કાળ અપ્રદેશી છે એવું શાસ્ત્રનું વચન છે. તેથી તેને વસ્તુપણું-દ્રવ્યપણું જ છે. અહા! કાળ સિવાયનાં પાંચ દ્રવ્યોને દ્રવ્યપણું પણ છે ને કાયપણું પણ છે, જ્યારે કાળને દ્રવ્યપણું છે, પણ કાયપણું નથી.
બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે “કાય” છે.” જુઓ, આ કાયની વ્યાખ્યા કરી કે જેના ઘણા પ્રદેશો હોય-બથી માંડીને જેના અનંત પ્રદેશ હોય–તેને કાય કહે છે. તો,
કાય” કાય જેવાં (શરીર જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.”
લ્યો, જુઓ, કાય જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં હોય તે કાય છે, ને તે પાંચ છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, જીવ અને પુદ્ગલને કાય કહ્યા, કેમકે તેઓ ઘણા પ્રદેશોના સમૂહવાળાં છે. હવે કહે છે
“અસ્તિત્વ એટલે સત્તા.' શું કીધું? હોવાપણું તે અસ્તિત્વ-સત્તા છે.
“તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તા-એમ સપ્રતિપક્ષ છે.” સપ્રતિપક્ષ એટલે શું? જુઓ ફૂટનોટમાં અર્થ છે કે-“સપ્રતિપક્ષ= પ્રતિપક્ષ સહિત વિરોધી સહિત. (મહાસત્તા અને અવંતરસત્તા પરસ્પર વિરોધી છે.) '
ત્યાં સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે'
અહા ! ભાષા જુઓ! બધું છે એમ કહેનારી-જાણનારી તે મહાસત્તા છે. અર્થાત્ એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, પણ બધા છે એમ કહેનારી-જાણનારી તે મહાસત્તા છે. અહા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com