________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૪
[નિયમસાર પ્રવચન ગાથા - ૩૪ एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिद्दिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ।। ३४ ।। જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અન્વયાર્થઃ- [વાન્ન મુવી ] કાળ છોડીને [પ્તાનિ પહદ્રવ્યાળિ ૨] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [ નિત્તસમયે] જિનસમયમાં (જિનદર્શનમાં ) [ સ્તિવાયા: તિ] “અસ્તિકાય” [ નિર્વિ: ] કહેવામાં આવ્યાં છે. [ વહુપ્રવેશત્વમ્] બહુપ્રદેશીપણું [ સુ વાય] તે કાયત્વ છે.
ટીકા- આ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે “સમનો પૂવૅસો (કાળ અપ્રદેશી છે)” એવું (શાસ્ત્રનું) વચન છે. આને દ્રવ્યપણું જ છે, બાકીનાં પાંચને કાયપણું (પણ) છે જ.
બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે “કાય છે. “કાય” કાય જેવાં (-શરીર જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.
અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તા-એમ સપ્રતિપક્ષ છે. ત્યાં, સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપારી તે મહાસત્તા છે, પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે; અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે. પદાર્થનો મસ્તિ' એવો ભાવ તે અસ્તિત્વ છે.
આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત પાંચ અસ્તિકાયો છે. કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે. | [ હવે ૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
(માર્યા) इति जिनमार्गाम्भोधेरुद्धृता पूर्वसूरिभिः प्रीत्या। षड्द्रव्यरत्नमाला कंठाभरणाय भव्यानाम्।। ५१।।
૧. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ સહિત વિરોધી સહિત. (મહાસત્તા અને અવાંતરસતા પરસ્પર વિરોધી છે.) ૨. પ્રતિનિયત = નિયત નિશ્ચિત; અમુક જ. ૩. રિસ્ત = છે. (અસ્તિત્વ = હોવાપણું)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com