________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
[નિયમસાર પ્રવચન “સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે”—એમ ભાષા છે તો અજ્ઞાનીઓ માને છે કે બધી જ ચીજમાં એક જ સત્તા વ્યાપેલી છે, પણ એમ નથી. એ તો ભાઈ ! બધાં દ્રવ્યો છે...છે..છેબધાં દ્રવ્યો સત્તા તરીકે છે...છે...છે–એવી રીતે બધાં દ્રવ્યોમાં સત્તા કહેનારી મહાસત્તા છે. સમજાણું કાંઈ....?
પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે;.'
જુઓ પ્રતિનિયત એટલે નિયત; નિશ્ચિત, અમુક જ. એક એક પદાર્થમાં અર્થાત્ એક પરમાણુ, એક આત્મા, એક ધર્માતિ વગેરેમાં રહેનારી, વ્યાપનારી તે અવાંતરસત્તા છે. તેનો પ્રવચનસારમાં ઘણો વિસ્તાર આવે છે. હવે કહે છે
સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે; ' લ્યો, એક એક રૂપમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે.
અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપારી તે અવાંતરસત્તા છે.'
શું કીધું? કે બધું-પર્યાય છે, અનંત પર્યાય છે-બસ એમ વ્યાપારી તે મહાસત્તા છે. પર્યાયના અનંતપણાનું એકરૂપ ગણતાં તે મહાસત્તા છે. જ્યારે એક એક પર્યાયને ભિન્ન ભિન્ન ગણતાં તે અવાંતરસત્તા છે. હવે કહે છે
પદાર્થનો “અસ્તિ” એવો ભાવ તે અસ્તિત્વ છે.” લ્યો, “અસ્તિ' એટલે છે (અસ્તિત્વ= હોવાપણું ). છે, છે-એવું હોવાપણું તે અસ્તિત્વ છે.
પ્રશ્ન: પરમાણુ એકપ્રદેશી છે અને તે બીજામાં ભળતો નથી, છતાં તેને અસ્તિકાય કેમ કહ્યો છે?
સમાધાનઃ પરમાણુ બીજામાં ભળતો નથી; છતાં તેની અસ્તિકાયરૂપ થવાની યોગ્યતા છે ને? માટે તેને અસ્તિકાય ગણ્યો છે. જ્યારે કાળમાં એવી યોગ્યતા છે? નથી. માટે તેને અસ્તિકાય ગણ્યો નથી. પરમાણુમાં, ઘણા પરમાણુના સ્કંધ થવાની યોગ્યતા છે. એટલે તેને અસ્તિકાય કહ્યો છે. જો કે ખરેખર તો તે ઉપચારથી “કાય છે, કેમકે તે એક પરમાણુ જ સાચો (નિશ્ચય) પુદ્ગલ છે. કાલે આ આવ્યું હતું (ગા-૨૯). તો પરમાણુ તે નિશ્ચય પુદ્ગલ છે, ને સ્કંધ તે વ્યવહાર પુદ્ગલ છે. પણ સ્કંધની યોગ્યતાને કારણે તેને અસ્તિકાય કહ્યો છે.
આ અસ્તિકાયથી અને કાયવથી સહિત પાંચ અસ્તિકાયો છે.” જોયું ? જે હોવાપણું હોય ને જેને સમૂહપણે ઘણા પ્રદેશો હોય તેવા પાંચ અસ્તિકાયો છે. પરંતુ, “કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયવ નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે.' અહા! ઘણા પ્રદેશોનો જે કાય તેની કાળમાં અભાવ છે. માટે કાળને અસ્તિ કહીએ, પણ તેને કાય કહેવામાં ન આવે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com