________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૩]
૩૮૧
ગાથા - ૩૩ जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हंणं सहावगुणपज्जया होति।।३३।। જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
અન્વયાર્થ- [ નીવાવિદ્રવ્યાણાન] જીવાદિ દ્રવ્યોને [પરિવર્તનવારન] પરિવર્તનનું કારણ (વર્તનાનું નિમિત્ત) [la: ભવેત્] કાળ છે. [વર્ષાવિતુર્ણ ] ધર્માદિ ચાર દ્રવ્યોને [સ્વભાવગુણપર્યાયા:] સ્વભાવગુણપર્યાયો [ભવંતિ] હોય છે.
ટીકાઃ- આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.
મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (—પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે) એમ અહીં કહ્યું છે.
હવે (બીજી વાત એ કે), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે એમ અર્થ છે. તે સ્વભાવગુણ પર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે. [હવે ૩૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે]
(માલિની) इति विरचितमुचैर्द्रव्यषट्कस्य भास्वद् विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत्। तदिह जिनमुनिनां दत्तचित्तप्रमोदं भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः।। ५० ।।
[ શ્લોકાર્ચ- ] એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું પદ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com