________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦
[નિયમસાર પ્રવચન
છે. તેઓ એ પર્યાય જ કાળદ્રવ્ય છે એમ કહે છે. અહા! જીવ-અજીવની પર્યાય છે તેનો કાળ-સ્વકાળ છે ને? તો તે જ કાળ દ્રવ્ય છે, પણ તેનાથી જૂદું બીજું કોઈ કાળદ્રવ્ય નથી એમ શ્વેતાંબરમાં કહે છે. અહા! દ્રવ્યની દરેક પર્યાયનો જે સ્વકાળ છે તેને જ કાળદ્રવ્ય શ્વેતાંબરે માની લીધું છે. એવું છે ભાઈ !
વળી કોઈ એમ કહે છે કે-કાળ દ્રવ્ય હોય તો દ્રવ્ય પરિણમે, અને તે ન હોય તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! નિમિત્ત કે દિ' નથી. છતાં અજ્ઞાની કહે છે કે-નહીં, નિમિત્ત આવે તો દ્રવ્ય પરિણમે, ને નિમિત્ત ન આવે તો દ્રવ્ય ન પરિણમે. પણ ભાઈ! શું નિમિત્ત ન હોય તો દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય રોકાઈ જાય ? ના; એમ તો બની શકે નહીં, કેમકે એનું તો ધારાવાહી પરિણમન હોય જ છે.
પ્રશ્ન: ધર્માસ્તિકાય આગળ નથી માટે સિદ્ધ આગળ-ઉપર જતા નથી. તેવી રીતે કાળ ન હોય તો પરિણમન ન થાય.
સમાધાનઃ અરેરે...! સિદ્ધને પણ પરતંત્ર માન્યા ! (ને વસ્તુને પણ ! )
પ્રશ્નઃ પણ તે સિવાય અનેકાન્ત ન થાય ને? અનેકાન્ત ત્યારે કહેવાય કે જ્યારે સિદ્ધ થંચિત્ સ્વતંત્ર, ને ક ંચિત્ પરતંત્ર હોય!
સમાધાનઃ ભાઈ ! અહીં તો કહે છે-સિદ્ધ સર્વથા સ્વતંત્ર છે, ને પરતંત્ર જરીયે નથી. આનું નામ અનેકાન્ત છે. શું થાય ? અરેરે... ( અજ્ઞાનીને બધું વિપરીત જ ભાસે છે).
–એ ૩૨મી ગાથા થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com