________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨ ]
૩૭૯
કાળ ફર્યો જ નથી, એટલે કે તેને અનુભવનો સ્વકાળ થયો જ નથી; કેમકે જો અનુભવનો સ્વકાળ થાય તો, કાળદ્રવ્ય તેમાં નિમિત્ત છે એમ કાળદ્રવ્ય પણ તેની પ્રતીતિમાં આવે જ.
હવે, પોતે મુનિરાજ બે શ્લોક કહે છે:
શ્લોક ૪૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ
‘કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત ૫રમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની ) વર્તનાનું નિમિત્ત છે.’
પાંચ દ્રવ્યોને, આ (કાળ ) દ્રવ્ય નિમિત્ત છે. કાળ બધાના પરિણમનમાં નિમિત્ત છે.
· એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન ) હોઈ શકે નહીં.’
તેમ, ) આ
ઉ૫૨ કાળદ્રવ્યને સિદ્ધ કર્યું છે ને? અને અહીં પણ કાળદ્રવ્ય સિદ્ધ કરે છે એટલે આમ કહ્યું છે. પણ આ વાંચીને અજ્ઞાની વાંધો કાઢે છે કે કાળદ્રવ્ય હોય તો બધા પરિણમે, અને જો કાળદ્રવ્ય ન હોય તો કોઈ ન પરિણમે. પણ ભાઈ, એનો અર્થ એ છે કે અહીંયાં દ્રવ્ય પરિણમે છે ત્યારે તે કાળદ્રવ્ય (નિમિત્તપણે ) હોય છે. બસ, આટલી વાત છે. બાકી નિશ્ચયથી તો દ્રવ્યનું પરિણમન સ્વકાળે પોતાના કારણે થાય છે. એટલે કે ૫૨ની અપેક્ષા વિના જ દ્રવ્ય પરિણમે છે; પરંતુ ત્યારે એક બીજું દ્રવ્ય નિમિત્તરૂપે હોય છે. અને તેથી તેનું સાપેક્ષપણું વ્યવહારે ગણવામાં આવ્યું છે. નિમિત્તની અપેક્ષાએ કહેવું તે વ્યવહાર છે, ને પોતાની અપેક્ષાએ કહેવું તે નિશ્ચય છે.
–એ ૪૮મો કળશ કહ્યો. હવે ૪૯મો કળશ.
શ્લોક ૪૯: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન:
‘સિદ્ધાંતપદ્ધતિથી ( શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્દગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે).’
જુઓ, સિદ્ધાંતપદ્ધતિથી અનાદિના આ દ્રવ્યો છે એમ કહે છે. ભગવાનના સિદ્ધાંતોની પદ્ધતિથીપરંપરાથી સિદ્ધ એવાં દ્રવ્યોની રાશિ આ પ્રમાણે છેઃ જીવરાશિ અનંત છે, પુદ્દગલરાશિ અનંતાનંત છે, ધર્મ, અધર્મ ને આકાશ એક એક છે; તથા કાળ અસંખ્ય છે. અને આ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે-એમ કહે છે.
અહા ! સંપ્રદાયમાં તો ઝઘડા જ છે. જેનાથી જુદા પડયા છીએ તેમાં પણ ઝઘડા છે, ને જેની સાથે રહ્યા છીએ તેમાં પણ અર્થ કરવાના ઝઘડા છે. અરે! કોઈ વ્યક્તિ પ્રત્યે શું છે? આપણે તો શાંતિથી જોવું જોઈએ કે આ શાસ્ત્ર શું કહેવા માગે છે, શું વસ્તુ છે. અહીં પણ એમ જ કહ્યું છે ને કે અનાદિ સિદ્ધાંતપરંપરાથી સિદ્ધ એવાં જીવાશિ, પુદ્દગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ-બધાંય પ્રતીતિગોચર છે. અર્થાત્ એ કાળ પણ વસ્તુ છે, ને તે કાલાણુ પદાર્થ અસંખ્ય છે. આમ છતાં શ્વેતાંબરે એક સમયની પર્યાયને જ કાળદ્રવ્ય ગણીને બીજું કાળદ્રવ્ય કોઈ નથી એમ કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com