________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬
[ નિયમસાર પ્રવચન ગાથા - ૩૨ जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो।। ३२।। જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
અન્વયાર્થ- [ સંપ્રતિ] હવે, [નીવાત્] જીવથી [પુનિત: ૨ પ] તેમ જ પુદ્ગલથી પણ [ અનંત ગુણT: ] અનંતગુણા [સમય:] સમયો છે; [૨] અને [નોછાવાશે સંતિ] જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, [ સ: ] તે [પરમાર્થ: વાત: ભવેત્ ] પરમાર્થ કાળ છે.
ટીકા - આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.
જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા) કહ્યું
[ ગાથાર્થ:- ] કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.”
આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ ‘સમય’ શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું છે.
વળી અન્યત્ર (આચાર્યવર શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૨૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
[ગાથાર્થ- ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.”
વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[શ્લોકાર્ચ- ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.” વળી (૩૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે ) :
(અનુણુમ ) वर्तनाहेतुरेष: स्यात् कुम्भकृचक्रमेव तत्। पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत्।। ४८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com