________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૩૭૫
ગાથા-૩૧] કે એમાં નિશ્ચયની વાત એવી આવે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો ઉપાય નિરપેક્ષ છે, તેમાં વ્યવહારની જરૂર નથી. અને એ માર્ગથી મોક્ષ થાય છે. હવે આ વાંચી-સાંભળીને અજ્ઞાનીને એમ થાય છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરપેક્ષ છે! તો તો પછી આ અમારો બધો વ્યવહાર ઊડી ગયો!
પણ ભાઈ ! ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, શુદ્ધસ્વભાવથી ભરેલો છે, પૂર્ણ છે. માટે, તેના સ્વભાવનો આશ્રય કરવામાં પરની કોઈ અપેક્ષા છે જ નહીં. અહા ! તેના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થવામાં પરની કોઈ અપેક્ષા નથી. તો, પરની અપેક્ષા વિના જ, ને
સ્વદ્રવ્યની અપેક્ષાના કારણે જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે નિરપેક્ષ તત્ત્વ છે, અને તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને તે એક જ મોક્ષમાર્ગ છે. અહા ! આવું સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનીને વાંધા ઊઠે છે,-એમ કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય, નિશ્ચયમાં વ્યવહારની અપેક્ષા જોઈએ. અરે! એણે અનાદિથી આવું જ કર્યું છે.
હવે અહીં કહે છે-“(અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યત અનાગત શરીરો તેમના જેટલો છે.”
આમ (આ ગાથાનો) અર્થ છે.” હવે આધારરૂપે પંચાસ્તિકાયની ગાથા કહે છે.
“એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ-એ રીતે પરાશ્રિત કાળ (–જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.'
વ્યવહારકાળ એ પરાશ્રિત કાળ છે. પરાશ્રિત છે એટલે કે પરની અપેક્ષાએ તેને સિદ્ધ કરવામાં આવે છે, અને એ તો આપણે ગાથામાં આવી ગયું છે. હવે મુનિરાજ પોતે શ્લોક કહે છે:
શ્લોક ૪૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ ) ઉત્પન્ન થાય
છે.”
જુઓ, એ બધા જે સમય આદિ કહ્યા તે ભેદોથી વ્યવહારકાળ ઉત્પન્ન થાય છે.
પરંતુ, શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વને છોડીને...”
શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વ એટલે નિર્મળ, અભેદ, ચિદાનંદ આદિ અનંત સ્વભાવસ્વરૂપ, ને જેને કોઈ ઉપમા નથી એવું નિજ તત્ત્વ ભગવાન આત્મા. અહા ! આવા નિજ તત્ત્વને છોડીને, કહે છે, “તે કાળથી મને કાંઈ ફળ નથી.' અહા ! અભેદ રત્નત્રયના આશ્રયભૂત એવું જે દ્રવ્ય ભગવાન આત્મા છે તેને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથીઃ કેમકે એવા દ્રવ્યને છોડીને પરકાળનું જ્ઞાન કરવામાં તો પરાધીન જ્ઞાન થાય છે. ને વિકલ્પ ઉત્પન્ન થાય છે, જ્યારે આત્માનો આશ્રય કરતાં તો નિર્વિકલ્પ આનંદ આવે છે–એમ કહે છે. હવે, કાળ એક વસ્તુ છે તે વાત વધારે (વિશેષપણે ) કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com