SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ [નિયમસાર પ્રવચન (માલિની) समयनिमिषकाष्ठा सत्कलानाडिकाद्याद दिवसरजनिभेदाज्जायते काल एषः। न च भवति फलं मे तेन कालेन किंचिद् निजनिरूपमतत्त्वं शुद्धमेकं विहाय।। ४७।। [ શ્લોકાર્ચ- ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ) ઉત્પન્ન થાય છે; પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્ત્વને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથી. ૪૭. ગાથા ૩૧: ટીકા ઉપરનું પ્રવચન: “આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.' એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ...' લ્યો, ઠીક; અહીં ભાષા આવી છે કે પરમાણુ પરમાણુને ઓળંગે. તો, એનો અર્થ એ છે કે આકાશના એક પ્રદેશે રહેલો પરમાણુ, આકાશના બીજા પ્રદેશને ઓળંગે તેટલો કાળ, અહા ! તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે.' એને એક સમય નામ નાનો (સુક્ષ્મ) વ્યવહારકાળ કહેવાય છે. હવે કહે છે-“એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે.'—આ કાળનું એક માપ છે. હવે કહે છે “આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાખાની કળા, બત્રીસ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીસ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે.' વ્યવહારકાળનો સમય તે એક પ્રકાર છે, ને આવલિ તે બીજો પ્રકાર છે. અથવા અતીત, અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.” જુઓ, પાઠમાં જ એ વાત છે કે-સમયાવત્રિમેળ ૩ સુવિયU બદવ દોડ઼ તિવિયપ્પા હવે કહે છે આ (નીચે પ્રમાણે), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે: અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંત છે.' જુઓ, નીચે ફૂટનોટમાં અર્થ છે: “સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ. માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે.' અહા! આવી મુનિની (પદ્મપ્રભમલધારિદેવની ) વાત પણ અજ્ઞાનીને ઠીક પડતી નથી. કારણ Please inform us of any errors on [email protected]
SR No.008280
Book TitlePravachana Ratna Chintamani 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy