________________
ગાથા-૩૧ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૩૧
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं
તુ।। રૂ।।
આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.
૩૦૩
અન્વયાર્થ:- [ સમયાવલિમેવેન તુ] સમય અને આવલિના ભેદથી [દ્વિવિત્ત્વ: ] વ્યવહારકાળના બે ભેદ છે [ અથવા] અથવા [ત્રિવિ~: મતિ] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી ) ત્રણ ભેદ છે. [અતીત: ] અતીત કાળ [સંધ્યાતાવનિહતસંસ્થાનપ્રમાણ: તુ] (અતીત ) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.
ટીકાઃ- આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.
એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો ૫૨માણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ તે સમયરૂપ વ્યવહા૨કાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાષ્ઠાની કળા, બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે અથવા અતીત, અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ (નીચે પ્રમાણે ), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે: અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના “પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવિલ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના ‘જેટલો હોવાથી અનંત છે. (અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો ) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યંત અનાગત શરીરો તેમના જેટલો છે.
આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫ મી ગાથા દ્વારા ) કહ્યું છે કેઃ
66
[ગાથાર્થ:- ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ-એ રીતે પરાશ્રિત કાળ (–જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.
,,
વળી (૩૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :
૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે.
૨. સિદ્ધભગવાનને અનંત શીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ. માટે અતીત શીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com