________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ર
[નિયમસાર પ્રવચન અહાહા...! હે ભવ્યો! સર્વદા ભગવાન આત્મા કે જે ત્રિકાળ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે. તેમાં પ્રવેશો, તેમાં લીન થાઓ.
પ્રશ્નઃ શું બધા ભવ્ય જીવોને આવો ઉપદેશ છે?
સમાધાનઃ હા, જુઓને અહીંયાં “ભવ્યસમૂહુ' કહ્યો છે કે નહિ? ભવ્યસમૂહુ એટલે કે જે લાયક જીવો છે તે સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. લ્યો, આ કરવા જેવું છે. (બાકી બધાં થોથાં છે.)
પ્રશ્ન: અવિને ઉપદેશ ન કરવો?
સમાધાન: અભગિની તો વાત જ ક્યાં છે? અહીં તો ભવ્યસમૂહને આવું કહેવાનું છે, અર્થાત્ આવો ઉપદેશ છે-એમ કહે છે. પરંતુ તેને પહેલાં કાંઈક બીજું કહેવું, પ્રથમાનુયોગનો ઉપદેશ દેવો કે કષાય મંદ કરવાનું કહેવું-એમ ઉપદેશની ના પાડે છે.
પ્રશ્નઃ પણ બધાય ભવ્યોને એક જ વાત?
સમાધાન: હા; અહીંયાં ભવ્યોનો આખો સમૂહું કહ્યો છે ને? કાલે પણ “સમૂહુ' શબ્દ આવ્યો તો ને? તત્ત્વાર્થસમૂહ” (કળશ ૪૩), ને તે સિવાય “ભવ્યસમૂહ” (કળશ ૪૧) પણ આવ્યું હતું ને? જુઓ, ત્યાં આવ્યું છે કે “પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે.' તો, બધે જ ઉપદેશ તો આવો જ છે ભાઈ !
અહા ! કરવાની વસ્તુ તો આ જ છે ભગવાન! બાકી બીજું શું કરવાનું હતું? બધું સમજી-સમજીને તેને કરવાનું તો આ છે કે-ભગવાન આત્મા કે જે નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં પ્રવેશ કરવો ને રાગનું આલંબન છોડવું. અને એ માટે આ બધો ઉપદેશ છે. જુઓ, અહીં પણ એ જ વાત આવી છે ને? કે ભવ્યસમૂહુ સર્વદા...” પાછી ભાષા કેવી છે? કે “સર્વદા..' એક તો બધા ભવ્યજીવોનો સમૂહું કહ્યો, ને પાછું સર્વદા કહ્યું છે. એટલે કે પહેલાં બીજું કરવું ને પછી આ કરવું એમ નહિ, પણ સર્વદા-સદાકાળ આ કરવું, સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશ કરવો. છે કે નહિ અંદર? (છે ને). હવે આવી વસ્તુ છે ત્યાં પહેલાં પછીનો (પહેલાં વ્યવહાર ને પછી નિશ્ચય એવો) પ્રશ્ન જ ક્યાં છે? કેમકે જે વસ્તુનો સ્વભાવ છે તેમાં આવો વ્યવહાર હોય તો નિશ્ચય થાય એવું છે જ નહિ, વ્યવહારથી નિશ્ચય થાય એ વસ્તુના સ્વરૂપમાં જ નથી.
અહા! ભગવાન આત્મા ધ્રુવ જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે; ને તેમાં ઊંડ-ઊંડે પ્રવેશ કર, તેમાં ઊંડ-ઊંડ જા, ત્યાં દષ્ટિ લગાવ ને ત્યાં હવે પ્રવેશ કર-એમ કહે છે.
પ્રશ્નઃ શાસ્ત્રમાં આવે છે કે શ્રોતાને દેખીને ઉપદેશ કરવો?
સમાધાન: એ આવે છે, એવું વ્યવહારનું કથન આવે છે. પરંતુ શ્રોતાને દેખીને-ઉપદેશ કરવો એટલે શું? કે અંદર એવો-ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે, હોય છે; ને તેથી ત્યાં એ જણાવ્યું છે. પણ ઉપદેશ તો, પંડિત શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં (પ્રથમ અધિકારમાં) કહ્યું છે કે, જે મિથ્યાત્વ છે એના ત્યાગનો ને સ્વભાવમાં ઠરવાનો કરવો. કેમકે, ભાઈ, મોક્ષમાર્ગ જ ત્યાં છે; ને બીજે (ક્રિયાકાંડમાં ) મોક્ષમાર્ગ છે જ નહિ. બીજું તો જાણવા માટે છે, બસ. તો, તું પ્રયોજનભૂત વાતની સામે જો ને પ્રભુ! (બીજાથી શું કામ છે?).
-એ ૩૦મી ગાથાનો કળશ થયો. હવે ગાથા ૩૧, કે જેમાં કાળની વ્યાખ્યા છે. આ ગાથા ગોમ્મસાર જીવકાંડમાં પણ છે. (ગાથા પ૭૭).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com