________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૦]
૩૭૧ ગુણ-પર્યાયો હોય છે
આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.”
જુઓ, ભાષા આમ ફેરવી છે. નહીંતર તો, આકાશના બાકીના ગુણો, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના બાકીના ગુણો જેવા છે એમ જોઈએ. પરંતુ તેને બદલે “ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે'—એમ લીધું છે. શું કીધું સમજાણું? કે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના બાકીના ગુણો જેવા આકાશના બાકીના ગુણો છે એમ લેવું જોઈએ, પરંતુ તેમ ન લેતાં આમ લીધું છે કે આકાશના બાકીના ગુણો જેવા છે તેવા ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના પણ બાકીના ગુણો છે.
-“આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.”—એ ગાથાનો અર્થ થયો.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કોઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (અલોકાકાશ તો અનંત છે).'
શું કીધું? અહા! આ ત્રણેય (લોકાકાશ, ધર્મ ને અધર્મ) આવા મોટા છે માટે અલોકાકાશ ટૂંકો થઈ ગયો છે એમ છે નહીં. અલોક તો અનંત..અનંત..અનંત-ચારે બાજુ અનંત છે. હવે મુનિરાજ શ્લોક
શ્લોક ૪૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: અહીં એમ આશય છે કે-જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે.'
જે' એટલે કે ધર્માસ્તિકાય ગમનનું નિમિત્ત છે. વળી, “જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, '...તો, અધર્માસ્તિકાય સ્થિતિનું નિમિત્ત છે. જુઓ, અહીં તેને “કારણ” કહ્યું છે. એકને (ધર્માસ્તિકાયને) નિમિત્તે કહ્યું છે, ને બીજાને (અધર્માસ્તિકાયને) કારણ કહ્યું છે. છતાં વાત તો એક જ છે. નિમિત્ત કહો કે કારણ કહો-અહીં એક જ અર્થ છે, કેમકે કારણને નિમિત્ત પણ કહેવાય છે, ને નિમિત્તને કારણ પણ કહેવાય છે. કેમકે નિમિત્ત વ્યવહાર કારણ છે ને?
હવે કહે છે-“વળી બીજું જે (દ્રવ્ય ) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે...'
લ્યો, ઠીક; “સ્થાન દેવામાં પ્રવીણ છે” આકાશ સ્થાન દેવામાં પ્રવીણ છે એમ કહ્યું છે. “પ્રવીણ છે.' એટલે શું? એટલે કે બધાં દ્રવ્યો આકાશમાં રહે છે. તો,
તે બધાને સમ્યફ દ્રવ્યરૂપે અવલોકીને...”
અહા! તે બધાં સ્વતંત્ર પદાર્થો છે એમ જાણીને..-એમ કહે છે. અહા! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશ-એ ભગવાને જોયેલા જગતના અનાદિ-અનંત સ્વતંત્ર પદાર્થો છે.-આમ તેમને યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને... “સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને.”—એમ કહ્યું છે ને? તો, સમ્યક દ્રવ્યરૂપે જોઈને એટલે કે બધાં દ્રવ્યો સ્વતંત્ર છે, એકબીજાને કોઈ સંબંધ છે નહિ, અર્થાત્ કોઈને કારણે કોઈ દ્રવ્ય નથી-એમ યથાર્થપણે સમજીને... અહા ! આમ જોઈને, કહે છે
“ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com