________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦
[ નિયમસાર પ્રવચન “જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે...” ત્રણ લોકરૂપી જે ડુંગર-પર્વત છે તેના ભગવાન શિખર સમાન છે. વળી,
જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને ) દૂર કર્યો છે...'
અહાહા..! જોયું? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવરૂપ પરાવર્તન-બદલવું એ અયોગી ભગવાનને બંધ થઈ ગયું છે.
અને જેઓ પંચમગતિના સીમાડે છે'પંચમગતિની સાવ નજીક છે.
એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે.”
અહીંથી સિદ્ધ જે આમ ઉપર જાય છે તેમાં (તે સ્વભાવગતિક્રિયામાં) ધર્માસ્તિકાય નિમિત્ત છે એમ કહે છે
હવે કહે છે-“વળી છે અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે (ધર્મ) વિભાવગતિક્રિયાનો હેતુ છે.'
જુઓ, અયોગી ભગવાનને અપક્રમથી મુક્ત કહ્યા હતા, જ્યારે સંસારીજીવો તે છે અપક્રમથી યુક્ત છે એમ કહે છે. તો ધર્માસ્તિકાય, છે અપકમથી યુક્ત એવા સંસારીઓની વિભાવગતિક્રિયાનો હેતુ છે. સંસારીઓ ચાર દિશામાં જાય કે ઉપર-નીચે જાય. એવી તેમની જે વિભાવગતિક્રિયા છે તેનો હેત (નિમિત્ત) ધર્માસ્તિકાય છે. કોની જેમ ? તો. દષ્ટાંત કહે છે
“જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે.” આમ ધર્માસ્તિકાય, જીવ-પુદગલોને ગમનનું નિમિત્ત છે. હવે ધર્માસ્તિકાયનું સ્વરૂપ કહે છે.
“તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે.”
અહા! ચૌદ બ્રહ્માંડમાં ધર્માસ્તિકાય રહેલો છે, અને તે સ્પર્ધાદિ રહિત અખંડ એક અરૂપી પદાર્થ
સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી ,
સાથે રહેનારા ગુણો છે, ને ક્રમે થનારા પર્યાયો છે-આ શાસ્ત્રનું વચન છે, અર્થાત્ ઓમધ્વનિમાં આવેલી આ વાત છે. તો, તે ગુણ-પર્યાયો ધર્માસ્તિકાયને પણ હોય છે એમ કહેવું છે.
... એવું શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. ધર્માસ્તિકાયમાં પણ અનંતા શુદ્ધ ગુણો અને તેની અનંતી શુદ્ધ પર્યાયો હોય છે-એમ કહે છે.
“અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિહેતુત્વ છે.” જુઓ, ગમન કરતાં જીવ-પુદ્ગલોને સ્થિર થવામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. એવી સ્થિતિહેતુત્વ એનો વિશેષગુણ છે
આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના) સર્વ ગુણ-પર્યાયો હોય છે. ધર્માસ્તિકાયના બાકીના ગુણ-પર્યાયો જેવા અધર્માસ્તિકાયના (બાકીના )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com