________________
ગાથા-૩૦ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( માલિની )
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा यदपरमखिलानां स्थानदानप्रवीणम् । तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक् प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः ।। ४६ ।।
[શ્લોકાર્થ:- ] અહીં એમ આશય છે કે-જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજું જે (દ્રવ્ય ) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાંને સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને (–યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને ) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬.
ગાથા ૩૦: ટીકા ઉપરનું પ્રવચનઃ
૩૬૯
‘આ,
ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે.'
જુઓ, ધર્મ, અધર્મ ને આકાશ એ જગતના ત્રણ પદાર્થ છે, ત્રણ દ્રવ્ય છે. અને તેમનું આમાં સંક્ષિપ્ત–ટૂંકામાં કથન છે. તેમાં પહેલું ધર્માસ્તિકાયનું વર્ણન છે.
‘આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે.’
જુઓ, અહીં વાવના પાણીનું દષ્ટાંત આપ્યું છે. કેમકે નદીનું પાણી તો લે છે, ગતિ કરે છે; જ્યારે વાવનું પાણી હલતું નથી, પણ સ્થિર છે. તેવી રીતે ધર્માસ્તિકાય એક અરૂપી પદાર્થ છે, ને તેમાં ગતિ નથી, પણ તે સ્થિર છે.
હવે કહે છે- માત્ર ( અ, ઈ, ઉ, ઋ, રૃ-એવા) પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે,...’
આ અયોગી (૧૪મા ) ગુણસ્થાનની વાત કરે છે. અને તે અયોગી ગુણસ્થાનને અંતે સિદ્ધશિલા
ઉપર જવાની ગતિક્રિયામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે એમ સિદ્ધ કરે છે.
તો, કહે છે- જેઓ “સિદ્ધ” નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે,...'
જુઓ, છ અપક્રમ એટલે શું? એટલે કે છ દિશામાં જવું. સંસારી જીવ દેહ છૂટે ત્યારે છ દિશામાંચાર દિશા અને ઉ૫૨-નીચે એમ છ દિશામાં-જાય છે. પણ જ્યારે (૧૪મા ગુણસ્થાનવાળા) સિદ્ધ થાયસિદ્ધ થતાં અહીંથી જ્યારે મોક્ષમાં જાય–ત્યારે તેમને તે છ દિશામાં ગતિ હોતી નથી, પણ ઉર્ધ્વગમન હોય છે. વળી,
‘જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે),...'
એટલે શું? કે જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે. અહા! જે અયોગી ગુણસ્થાને હોય તેને દેહ છૂટતાં તેઓ અહીંયાં જ સિદ્ધ થાય છે, અને પછી અહીંથી જ ગતિ કરીને ઉ૫૨ જાય છે. તો, એ વાત અહીંયાં કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com