________________
૩૬૮
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
-
૩૦
[નિયમસાર પ્રવચન
ગાથા
गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च । अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ।। ३० ।।
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
અન્વયાર્થ:- [ ધર્મ: ] ધર્મ [ નીવવુાનાનાં] જીવ-પુદ્દગલોને [ગમનનિમિત્ત: ] ગમનનું નિમિત્ત છે [૬] અને [ અધર્મ: ] અધર્મ [ સ્થિતે ] ( તેમને ) સ્થિતિનું નિમિત્ત છે; [આશં] આકાશ [ નીવાવિસર્વદ્રવ્યાનામ્ ] જીવાદિ સર્વ દ્રવ્યોને [અવગાહનચ] અવગાહનનું નિમિત્ત છે.
=
ટીકાઃ- આ, ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે.
આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારતિ છે. માત્ર (અ, ઇ, ઉ, ઋ, ભૃએવા ) પાંચ સ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ ‘સિદ્ધ' નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ પંચમગતિના સીમાડે છે–એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં *સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છ અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે ( ધર્મ ) *વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુદ્દગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો ), અખંડ એક પદાર્થ છે. “સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે.
અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિòતુત્વ છે. આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના ) સર્વ ગુણ-પર્યાયો હોય છે.
આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.
-આ પ્રમાણે ( આ ગાથાનો) અર્થ છે.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (–અલોકાકાશ તો અનંત છે).
[હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] ૧ શિખરી
શિખરવંત; પર્વત.
* સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ગાથા ૯ ની ફૂટનોટ જીઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com