________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨]
૩૭૭ [શ્લોકાર્ચ- ] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
| (સનુણુમ ) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः। ધર્માધર્મનમ:વાના: સિદ્ધી: સિદ્ધાંતપતેઃ ૪૧TT
[ શ્લોકાર્ચ- ] સિદ્ધાંત પદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલરાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છયે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે). ૪૯.
ગાથા-૩૨ ટીકા ઉપરનું પ્રવચન: આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.'
જુઓ, કાળદ્રવ્યને અહીં સિદ્ધ કરે છે હોં. શ્વેતાંબરમતવાળા કાળદ્રવ્યને માનતા નથી ને? તેથી અહીં સિદ્ધ કરે છે કે અનાદિ સનાતન માર્ગમાં છ દ્રવ્ય છે અને તેમાં એક કાળદ્રવ્ય છે. તો, કહે છે
“જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો.' -સમયો હ, પણ કાળદ્રવ્ય નહિ.
કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે.”
જુઓ, સમય આદિને વ્યવહારકાળ કહ્યો, અને તે સમયોને જીવ તથા પુદ્ગલ કરતાં અનંતગુણા કહ્યા. જ્યારે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર પૃથક પૃથક્ જે અસંખ્ય કાલાણ રહ્યા છે તે મૂળ કાળ પદાર્થ છે એમ કહે છે. તો, કાળ નામનો અરૂપી એક પદાર્થ છે.
અહા ! જેટલાં-છ દ્રવ્યો છે તેટલાં ન માને તેને એક સમયના પર્યાયના સામર્થ્યની પણ પ્રતીતિ નથી. કારણ કે જ્ઞાનની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યોને જાણવાની તાકાત છે. શું કીધું? ભાઈ, છે દ્રવ્યને જાણવાની તાકાતવાળો એ જ્ઞાનપર્યાય છે. માટે એ જે છ દ્રવ્ય છે તેમાંથી કોઈ એક દ્રવ્યને પણ જો ન માને તો એણે જ્ઞાનની એક સમયની પર્યાયની એવડી (છ દ્રવ્યને જાણવાની જે) તાકાત છે તેને માની નથી. (અને તેથી એણે પોતાને પણ માન્યો નથી).
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા ) કહ્યું
કાળ તો અપ્રદેશ છે.'
જુઓ, કાળને (બહુ ) પ્રદેશ નથી, અને બે કાળ દ્રવ્યો ભેગા પણ થતા નથી. પરમાણુ તો ભેગા થયેલા દેખાય છે, રજકણ એકઠા થાય છે, પણ બે કાલાણ ભેગા થતા નથી. તો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com