________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬
[ નિયમસાર પ્રવચન શ્લોક ૪૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: (શુદ્ધ દશાવાળા યતિઓને)'...અહા! શુદ્ધ દશાવાળા યતિને એટલે કે સાચા સંત-મુનિવરને....
“આ અચેતન પુદ્ગલકાયમાં શ્રેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી;....'
એટલે? એટલે કે અચેતન પ્રત્યે આ હું નહિ, આ હું નહિ એવો ભાવ અર્થાત્ દ્વષભાવ હોતો નથી. પણ એ તો જ્ઞાતા-દષ્ટા રહે છે. વળી ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર સચેતન છે. તો, તેમના પ્રત્યે પણ તેમને રાગભાવ હોતો નથી. એટલે કે એ મુનિ તો વીતરાગભાવમાં થંભી ગયા છે એમ કહે છે.
આવી શુદ્ધ દશા યતિઓની હોય છે.'
લ્યો, આનું નામ યતિ. અહા ! જેને આનંદસ્વરૂપ જ્ઞાનભાવ અનુભવમાં આવ્યો છે અને હવે તેમાં તેની યત્નામાં–જ જે વર્તે છે તેને યતિ કહેવામાં આવે છે. તો જેને તદ્દન (માત્ર ) આત્મસ્વભાવસમભાવ-પ્રગટયો છે એવા યતિઓને પરમાત્મા પ્રત્યે રાગ નથી, અને પુદ્ગલ પ્રત્યે દ્વેષ નથી. શું કીધું? ત્રણ લોકના નાથ તીર્થંકર પ્રતિ તેમને રાગ નથી, ને શરારાદિ પ્રતિ દ્વેષ નથી.
અહા! આ મારા પરમેશ્વર છે, પરમાત્મા છે-એવો રાગ યતિને હોતો નથી. જો કે પહેલાં (શરૂમાં) તે હોય છે, છતાં તે આદરણીય હોતો નથી. પરંતુ આ તો જ્યારે રાગ ન હોય ત્યારે ત્યાં સમભાવ વર્તે છે એમ કહે છે. અહા! આવી શુદ્ધ દશા મુનિઓને યતિઓને કે જેઓ આત્મધ્યાનમાં મસ્ત છે તેમને હોય છે; અને તેથી તેમને સમભાવ હોય છે. આખી દુનિયા ડોલે (ખળભળી ઊઠે) તોપણ તેમને વિષમભાવ હોતો નથી, વિષમભાવ ઉઠતો નથી.
અહા ! અનુકૂળતા-ઇન્દ્રો સ્તુતિ કરે તોપણ, કહે છે, તેમાં રાગ નથી, અને પ્રતિકૂળતા-નિંદાની ઝડી વરસતી હોય તો પણ તેમાં દ્વષ નથી; કેમકે એ તો પુદગલ છે. તથા પોતાની સમીપમાં પરમાત્મા બિરાજતા હોય તોપણ ત્યાં રાગ નથી. અહા ! આવા યતિ રાગરહિત નિજ સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. અહા! આવી અલૌકિક દશા યતિઓની હોય છે. ભલે નીચે (નીચેના ગુણસ્થાનો ચોથા, પાંચમાં ને છઠ્ઠામાં) રાગ હોય છે, છતાં પણ દષ્ટિમાં તેનો આદર હોતો નથી. પરંતુ અહીં તો હવે રાગ જ નથી એમ કહે છે. જેની અસ્થિરતા જ ગઈ છે તેની અહીંયાં વાત છે.
નીચેના ગુણસ્થાનોમાં (ચોથે, પાંચમે ને છટ્ટ) પરમાત્મા પ્રત્યેનો વિકલ્પ, અને આ નહિ, આમ ન હોય એવો દ્વષનો અંશ પણ આવે છે (હોય છે), પણ તે અસ્થિરતાનો દોષ-અંશ-ભાવ જ ક્યાં છૂટી ગયો છે ત્યાં આગળ તો સમભાવ..સમભાવ..સમભાવ છે, અર્થાત્ તેઓ તો વીતરાગી બિંબ થઈને જાણનાર રહે છે એમ કહે છે. તેથી તેમને નિંદાની ઝડીમાં દ્વેષ નથી અને સાક્ષાત્ પરમાત્મા બિરાજમાન હોય તો પણ તેમને સાંભળવાનો વિકલ્પ-રાગ નથી.
અહા ! આત્માનું સ્વરૂપ જ સમભાવી છે. તો એવા આત્મામાં જેમને સમસ્થિતિ પ્રગટ થઈ છે, દશામાં જેમને સમભાવ પ્રગટ થયો છે તેવા સંતો, બેયમાં-પુદ્ગલ હો કે પરમાત્મા હો-જ્ઞાતા-દષ્ટા થઈને રહે છે એમ કહે છે. અહા ! આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. અહાહા..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com