________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯]
૩૬પ કે જ્યાં અંદરમાં સ્વભાવસનુખની રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે ત્યાં અર્થાત્ વીતરાગભાવની ઉગ્ર સ્થિરતા જેને પ્રગટ થઈ છે તે યોગીને એવી કલ્પના હોતી નથી કે આ રાગ અચેતન છે, ને હું ચેતન છું; પરંતુ એ તો જ્ઞાતા-દષ્ટાપણે પરિણમે છે. અહા! જેમ સિદ્ધ ભગવાન જાણે ને દેખે છે તેમ આ જીવ પણ જાણવા-દેખવાના સ્વભાવરૂપ રહે છે. અહા ! સ્વરૂપમાં સ્થિરતારૂપ ધ્યાનને જે પામ્યો નથી તેને “આ અચેતન છે ને આ ચેતન છે' એવા ભાગના વિકલ્પો-કલ્પના હોય છે. પણ જ્યાં જ્ઞાનને આનંદ સ્વભાવમાં લીનતા જામી છે ત્યાં તે વિકલ્પો હોતા નથી. અહા ! નિષ્પન્ન યોગીને એટલે કે અંતરએકાગ્રતાની જેને પ્રાપ્તિ થઈ છે એવા સંતોને યોગીઓને તે કલ્પના હોતી નથી.
જગતમાં પુદ્ગલો છે, છ પ્રકારના સ્કંધ છે, સ્વાભાવિક કારણપરમાણુ છે, કાર્યપરમાણુ છે, જઘન્ય ને ઉત્કૃષ્ટ પરમાણુ છે.-એમ કહીને તેમાંથી આ સાર કાઢયો કે તે ભલે હો, પણ મારે તેની સાથે કાંઈ સંબંધ નથી. ફક્ત પહેલાં વિચારમાં એમ આવે કે તે તથા જે આ રાગાદિ કલ્પના છે તે અચેતન છે, અને તેને જાણનારો હું એક ચેતન છું. તો મારા ચેતનમાં મારે સ્થિર થવું જોઈએ. આ વસ્તુનું સ્વરૂપ છે. એવી કંઈક એક કલ્પના, યોગ નામ સ્વરૂપની જમાવટ જેને અંદર થઈ નથી તેને હોય છે. પરંતુ નિષ્પન્ન યોગીને–જેને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈને પાકો યોગ એટલે કે એકાગ્રતા થઈ ગઈ છે તેને-સ્વભાવમાં જેની એકાગ્રતા ઉગ્ર થઈ છે તેને-આ કલ્પના અર્થાત્ જે આ પુદ્ગલ છે તે અચેતન છે ને હું ચેતન છું એવી કલ્પના હોતી નથી. લ્યો, આનું નામ સ્વભાવસનુખની લીનતા, ને આ મોક્ષનો માર્ગ છે.
પ્રશ્નઃ પ્રાથમિક ભૂમિકા એટલે મિથ્યાદષ્ટિ જ ને?
સમાધાન: ના, સમ્યગ્દષ્ટિ પણ. કેમકે સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ હજી જ્યાં સુધી આવી–આ અચેતન છે ને આ ચેતન છે તેવી વિચારધારા ચાલે છે ત્યાં સુધી તેને નિષ્પન્ન સ્થિરતા થઈ નથી એમ કહે છે. છતાં તે છે સમકિતી હોં.
પ્રશ્ન: સમકિતીને ચેતન તો પ્રાપ્ત થયો છે ને?
સમાધાન: હા; છતાં વિકલ્પ છે ને? ચેતન તો તેને પ્રાપ્ત જ છે, તો હજી વિકલ્પ છે. તેથી તેમાં આ અચેતન છે ને આ ચેતન છે એવો ભાવ આવે છે.
પ્રશ્ન: શાસ્ત્ર લખનાર પ્રાથમિક ભૂમિકામાં છે?
સમાધાન: ના, તેઓ પ્રાથમિક ભૂમિકામાં નથી. તેઓ તો જામી ગયેલા છે. એ વિકલ્પ, વિકલ્પને ઠેકાણે છે, અંદરની દષ્ટિમાં મને કાંઈ છે નહિ-એમ તેઓ જામી ગયેલા છે, વીતરાગતા જામી છે. જિનેન્દ્ર પ્રભુ જેવા આત્મામાં તેઓ જામી ગયા છે. તો અહીં એ વાત કરી કે પહેલાં એવી કલ્પના હોય છે. પરંતુ પછી સ્વરૂપમાં ઠરતાં સમકિતીને અને મુનિને-બધાને એ કલ્પના હોતી નથી.-એટલી વાત અહીં સિદ્ધ કરવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com