________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૩૬૪
તો પણ તે રાગ છે, ને તેથી તે પણ અચેતન છે. માટે, તેનું પણ લક્ષ છોડી દે. વળી શરીરના પરમાણુ સારા (અનુકૂળ ) રહે તો મારો ધર્મ ટકી રહે તેવું પણ લક્ષમાંથી છોડી દે. ને ‘અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે ’ એટલે કે અંતરમાં રાગરહિત શાંતિ ને શ્રદ્ધાની દશામાં, પરિવરહિત અર્થાત્ રાગરહિત પોતાનું જે ચૈતન્યચમત્કાર તત્ત્વ છે, અહા! એવું જે નિજ પરમતત્ત્વ છે તેને ભજ. અહા! ભગવાન આત્મા તો ચિત્ચમત્કારમાત્ર અર્થાત્ જ્ઞાનમાત્ર ચમત્કારસ્વરૂપ છે; બાકી દયા, દાન કે વ્રતના વિકલ્પો ઇત્યાદિ એવું કાંઈ વસ્તુમાં છે નહિ. તો, રાગરહિત થઈને ચિત્ચમત્કારમાત્ર નિજ પરમતત્ત્વને ભજ.
પ્રશ્ન: સીધું આ જ કરવાનું? પણ આનો પહેલો ઉપાય શું? આ પહેલાં કાંઈ કરવું કે નહીં? કે સીધું આ જ કરવું?
સમાધાનઃ ભાઈ! આ જ ઉપાય છે. પ્રથમ તત્ત્વાર્થસમૂહને જાણવા. રાગનું શું સ્વરૂપ છે, વસ્તુનો શું સ્વભાવ છે, ધર્મની દશા થાય તો તેનું શું સ્વરૂપ છે, વિકાર થવામાં નિમિત્તપણે શું ચીજ છે. અર્થાત્ સ્વવસ્તુ શું છે ને પરવસ્તુ શું તે ભગવાને કહેલા માર્ગથી બરાબર જાણવું. જાણીને પછી ૫૨ એવાં સમસ્ત ચેતન-અચેતનનો ત્યાગ કરવો, ને નિજ ચેતનને ગ્રહણ કરવો-એમ કહે છે. અહા! ભગવાન આત્મા પોતે નિત્ય ચિદાનંદસ્વરૂપ છે તેનું ભજન કર. અર્થાત્ પરનું લક્ષ છોડી સ્વવસ્તુમાં એકાકાર થા એમ કહે છે. લ્યો, ત્યારે એને ધર્મની શરૂઆત થશે. તો, અહીં સુધી કહ્યું. અને પછી તો (૪૪મા કળશમાં ) એમ કહેશે કે ચેતન-અચેતન એ બેના વિકલ્પો પણ મુનિને-ધર્મીને હોતા નથી. એ તો શરૂઆતમાં એ વિચાર આવે કે–હું ચેતન છું ને આ રાગાદિ અચેતન છે, પણ પછી તો તે બેના વિકલ્પો પણ અભ્યાસથી છૂટી જાય છે. અંતરમાં ધર્મધ્યાનના અભ્યાસથી મુનિને કે ધર્મીને તે બે વિકલ્પોય રહેતા નથી.
શ્લોક ૪૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
આગળ પુદ્દગલની વ્યાખ્યા આવી ને? કે છ પ્રકારના સ્કંધ છે, ને પરમાણુને સ્વભાવપર્યાય છે.એ રીતે સ્વભાવપર્યાય, વિભાવપર્યાય વગેરે ઘણું આવ્યું. હવે કહે છે-અહો ! જગતમાં
‘પુદ્દગલ અચેતન છે અને જીવ ચેતન છે...'
શું કીધું? કે પુદ્દગલ અને રાગાદિ અચેતન છે, અને જીવ જાણનાર–દેખનાર એવો ભગવાન આત્મા (ચેતન ) છે. અહા! રાગથી માંડીને પુદ્ગલ ૫૨માણુ આદિ બધા અચેતન છે, ને જીવ ચેતન છે.
તો,
‘એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે,..’
અહા ! કહે છે-શરૂઆતમાં જેને હજુ ભેદ પાડવો છે અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગાદિ પર અચેતન છે, ને આત્મા (પોતે ) ચેતન છે.–એમ શરૂઆતમાં મુમુક્ષુ જીવને એ વિચાર હોય છે. પણ,
‘નિષ્પન્ન યોગીઓને હોતી નથી.'
એટલે શું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com