________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯]
૩૬૩ ભાઈ, તારામાં જે નથી તેની દષ્ટિ છોડ, અને જે તારામાં છે ત્યાં દષ્ટિ સ્થાપ.
અહા! આવી ત્યાગની વ્યાખ્યા ને આ ત્યાગ! છતાં અજ્ઞાની બહારનો ત્યાગ કરીને સ્ત્રી-પુત્રપરિવારને છોડીને બેસી જાય છે, ને અમે ત્યાગી થઈ ગયા એમ માને છે. પણ ધૂળેય એ ત્યાગ નથી સાંભળને! જુઓ, અહીં શું કહે છે? કે અંતરના આ આત્મા સિવાયના બધાય આત્માઓ-નિગોદથી માંડીને અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા આદિ પંચ પરમેષ્ઠી પણ-તારા નથી, અર્થાત્ તેઓ તારાથી રહેલા નથી. તેઓ તો તેમનાથી (પોતાથી) રહેલા છે; તેથી તને એમનાથી કોઈ લાભ છે નહીં. જુઓ, આમાં કોને બાકી રાખ્યા? “સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો'—એમ કહ્યું છે ને? તો, તેમાં કોણ બાકી રહ્યું?– બધા જ આવી ગયા. અહા! ગિરનાર, સમ્મદશિખર અને ભગવાનનું સમવસરણ..અરે, ભગવાન પોતે પણ તેમાં આવી ગયા. બધું (જગત આખું) આવી ગયું, તો, પર એવાં એ સમસ્ત ચેતન-અચેતનને ત્યાગો, એટલે કે એ સર્વ પદાર્થો ઉપરથી લક્ષ છોડી દો, કારણ કે તેઓ કાંઈ તારા નથી, તારામાં નથી, ને તું ત્યાં નથી, ભારે આકરું કામ બાપુ!
તો પછી કોનું લક્ષ કરવું તે કહે છેઅંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી રહિત) ચિત્યમત્કારમાત્ર પરમતત્ત્વને
ભજો.'
અંતરંગમાં અંતર+અંગમાં વસ્તુમાં. નિર્વિકલ્પ સમાધિને વિષે=ભેદ વિનાની અભેદ શાન્તિને વિષે અર્થાત્ અતીન્દ્રિય શાંતિના સમયમાં, પરવિરહિત અર્થાત્ પરથી રહિત એટલે કે વિકલ્પાદિ પરથી રહિત એવા ચિત્યમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો એમ કહે છે. ભારે વાત ભાઈ ! હજી તો આ અર્થ સમજવો મુશ્કેલ પડે એમ છે.
શું કીધું?
કે “જિનપતિના માર્ગ દ્વારા...' એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કહ્યો છે તેના દ્વારા તત્ત્વાર્થના સમૂહુને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને-એક રજકણ હો કે રાગ, બધા અચેતનને-દષ્ટિમાંથી છોડો. ત્યારે હવે કરવું શું? કે “અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે...” જુઓ, રાગને વિષે તો (રાગના કાળમાં તો) જે પર છે તેની દષ્ટિ હતી. પણ હવે નિર્વિકલ્પ સમાધિને વિષેરાગરહિત થઈને અંતર્મુખ થતાં અભેદ સમાધિને વિષે-પરથી રહિત અર્થાત્ રાગ ને વિકલ્પથી પણ રહિત એવા ચિચમત્કારમાત્ર નિજ ભગવાન આત્માને ભજ; તેની અંદર એકાગ્ર થાઓ. આ ધર્મ ને આ મુક્તિનો માર્ગ છે. ભારે વાત ભાઈ ! જુઓ, આ તો આત્માને ભજો એમ કહે છે.
શ્રોતા: હા, બરાબર સત્ય છે પ્રભુ! આપ ફરમાવો છો તે સત્ય છે.
પૂ. ગુરુદેવશ્રી: પણ આમ અંદર છે કે નહીં ? આ પાઠ ક્યાં અહીંનો (સોનગઢનો) છે. આ તો શ્રી કુંદકુંદાચાર્યનો છે. બે હજાર વર્ષ પહેલાંના શ્રી કુંદકુંદાચાર્યનો છે. અને એવું જ અનંતકાળથી મુનિ ભગવંતો કહેતા આવ્યા છે.
અહા! આ નિયમસાર શાસ્ત્ર છે. તેની રચનામાં શ્રી કુંદકુંદાચાર્ય નિમિત્ત હતા. તો તેઓ કહે છેભગવાન! તારે કલ્યાણ કરવું હોય, હિત કરવું હોય, ધર્મ કરવો હોય તો રાગાદિ પરિણામ કે જે બધા અચેતન છે તેનો ત્યાગ કર, તેની દૃષ્ટિ છોડી દે. અરે! ભગવાનની ભક્તિનો ભાવ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com