________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
[ નિયમસાર પ્રવચન
દ્વારા.. ,
તત્ત્વાર્થસમૂહને જાણીને...”
જુઓ, વીતરાગ ભગવાને કહેલા એવા તત્ત્વોને જાણીને એમ કહ્યું છે, પણ રાગી અજ્ઞાનીઓએ જે તત્ત્વો કહેલા હોય તેને જાણીને-એમ નથી કહ્યું. તથા અહીં “તત્ત્વાર્થસમૂહુ' કહ્યા છે ને? તો જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ તત્ત્વાર્થસમૂહ છે. અને તેને “જિનપતિના માર્ગ દ્વારા જાણીને, અહા ! વીતરાગે કહેલા અર્થાત્ સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલા ને તેમના કહેલા તત્ત્વાર્થસમૂહને જાણીને'..
અહીં દેખો, પહેલાં જાણવાની વાત કરી છે. અરે, પહેલાં જાણે તો ખરો કે આત્મા શુદ્ધ છે, રાગાદિ અશુદ્ધ છે, કર્મ જડ છે, ને શરીર-વાણી પણ જડ-અજીવ છે; તેથી તેને અને મારે કોઈ સંબંધ નથી. તેવી રીતે આ પૈસા, સ્ત્રી, પુત્ર, ઇત્યાદિને અને મારે કોઈ સંબંધ નથી. કેમકે એ તો જડ છે, ને જગતની બીજી ચીજ છે. અહા ! તે દ્રવ્યો તો પોતાપણે (જડપણે) થઈને રહ્યા છે, પણ કાંઈ આ જીવપણે થઈને રહ્યા નથી. આ શરીર, શરીરની અવસ્થાપણે-જડપણે થઈને રહ્યું છે, એ કાંઈ આત્માની પર્યાયપણે થઈને રહ્યું નથી. તેવી રીતે પૈસા પણ અજીવપણે થઈને રહેલ છે, પરંતુ તે કાંઈ આત્માની દશારૂપે થઈને રહેલ નથી, કે આત્માના થઈને રહ્યા નથી. તો જે જેમ થઈને રહેલા છે તેને તેમ બરાબર જાણવા એમ અહીં કહે છે.
અહા! શરીર તો જડ-માટી–ધૂળ થઈને રહેલ છે. શું તે આત્માનું થઈને રહ્યું છે? જો તે આત્માનું થઈને રહ્યું હોય તો જેમ આત્મા અરૂપી છે તેમ તે શરીર પણ અરૂપી થઈ જાય. પરંતુ એમ તો નથી. માટે આ શરીર રૂપી જડ થઈને રહ્યું છે. પણ તે આત્માનું થઈને રહ્યું નથી. તેવી રીતે લક્ષ્મી પણ જડ થઈને રહેલ છે, ને આ વાણી પણ જડ થઈને રહેલ છે.-આમ જડ તત્ત્વોને તે રીતે (જડપણે) રહેલા જાણીને, આત્મા પણ આત્માપણે થઈને રહેલ છે તેમ જાણ-એમ કહે છે.
વળી જે પુણ્ય ને પાપરૂપે થઈને રહ્યાં છે તે આસ્રવ અને બંધ આ જીવને દુઃખરૂપ છે એમ જાણ; તેમ જ તેનાથી રહિત ભગવાન આત્મા છે એટલે કે રાગરહિત થઈને જે રહ્યો છે તે આત્મા છે એમ પણ જાણ. આમ “જિનપતિના માર્ગ દ્વારા '..આહાહા ! વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવે જે માર્ગ કહ્યો છે તે માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને..... એટલે શું? કે જૈન પરમેશ્વરના માર્ગ સિવાય કોઈ અન્યમતમાં આવાં તત્ત્વોની વાત હોતી નથી. અહા ! વીતરાગ મારગ સિવાય ક્યાંય આ વાત હોતી નથી. તો, તે જિનપતિના મારગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને.., જાણીને શું કરવું? તો, કહે છે
પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો....'
જુઓ, શું કહે છે? કે સ્ત્રી, પુત્રનો આત્મા પરચેતન છે, ને દેવ-ગુરુનો આત્મા પણ પરચેતન છે. તો, એને દષ્ટિમાંથી ત્યાગો. એટલે કે એ મારા નથી એમ જાણીને તેમને દષ્ટિમાંથી છોડો.
અહા ! “પર એવાં સમસ્ત ચેતન' તો, પર એવાં ચેતન પણ છે ને? અરિહંત ભગવાન આ આત્માથી પરચેતન છે, સિદ્ધ ભગવાન આ આત્માથી પરચેતન છે. અરે, પાંચ પરમેષ્ઠી આ આત્માથી પરચેતન છે. તેઓ પર છે કેમકે તેઓ આ આત્માના ક્યાં છે? તો એ સમસ્ત પરચેતનને અને અચેતનને-રાગાદિ પુગલવિકારોને અને દેહાદિ પુદ્ગલોને-દષ્ટિમાંથી ત્યાગો એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com