________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯]
૩૬૧ છે ભાઈ !
અહીં કહે છે-શુદ્ધનિશ્ચયથી–અંતર વસ્તુની દષ્ટિથી જોઈએ તો સ્વભાવશુદ્ધપર્યાયસ્વરૂપ પરમાણુને જ પુદ્ગલદ્રવ્ય કહીએ. બાકી આ પૈસાને, સ્ત્રી-પુત્રના શરીરને, દાળ-ભાતને પુદગલ કહેવા એ તો વ્યવહાર છે. અહીં ! ભેગા થયેલા ઘણા પરમાણુના પિંડને પુદ્ગલ કહેવો એ વ્યવહાર છે. માટે, એકલા પરમાણુને જ ખરો પુદ્ગલ કહીએ. તેવી રીતે પોતાની પર્યાયમાં રાગથી-પુણ્ય-પાપના વિકલ્પથી-ભિન્ન એવા આત્માનું ભાન થયું તો એવો જે શુદ્ધાત્મા છે તેનેજ આત્મા કહ્યો છે. અર્થાત્ અનુભવ તે પર્યાય છે, અને તેનાથી સહિત આત્માને આત્મા કહેવામાં આવ્યો છે.
પ્રશ્નઃ શુદ્ધરૂપે પરિણમે ત્યારે આત્માને શુદ્ધ કહેવાય?
સમાધાન: હા, કેમકે જ્યારે શુદ્ધરૂપે પરિણમે ત્યારે જ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે એમ ભાન થાય છે ને? બાકી પરિણમન વિના ભાન ક્યાં થાય છે? તો, કહે છે કે પર્યાયની શુદ્ધતા સહિત ત્રિકાળી શુદ્ધતાને આત્મા કહીએ; કારણ કે સંવર-શુદ્ધતાનો પર્યાય-તેનો પોતાનો સ્વભાવ છે. એટલે કે ત્રિકાળી સ્વભાવને અને એક સમયના શુદ્ધપર્યાયભાવને (બંને મળીને ) આત્મા કહેવામાં આવે છે. શ્રી સમયસારની ૫૦ થી પ૫ ગાથામાં આવે છે ને કે-“અનુભૂતિથી ભિન્ન છે.” ત્યાં એમ ન કહ્યું કે રાગાદિ આત્માથી ભિન્ન છે. તો, અનુભૂતિની પર્યાયવાળો જે આત્મા છે તેને આત્મા કહેવામાં આવે છે. ભારે વાતુ ભાઈ !
અહા ! આત્મા તો તેને કહીએ કે જેને શરીર, મન, વાણી, ને દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી ભિન્ન ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અહીં ! સ્વાનુભૂતિમાં કોઈ વિકલ્પ આવતો નથી, પણ તેમાં તો એક આત્મા આવે છે. અને તેથી–અનુભૂતિથી ભિન્ન હોવાને લીધે–બીજા બધા ભાવને પુગલ કહેવામાં આવે છે. જ્યારે અનુભૂતિ સહિત આત્માને આત્મા કહેવામાં આવે છે. અરે શું થાય? જગત આખું લૂંટાણું છે. એક તો સંસારના પાપને નામે આખી જિંદગી લૂંટાય છે, ને એમાં પાછું બીજી રીતે ધર્મના નામે પણ લૂટાણું છે. અરેરે! એનું શું થશે? અહીંથી નીકળીને એ ક્યાં જશે? અરે! જીવના સાચા ભાવ શું છે ને ખોટા ભાવ શું છે-એની એને કાંઈ ખબર નથી ! અરરર! બિચારો નિર્ધન, અનાથ, અરક્ષિત ને દુઃખી છે, પરાધીન-પરાધીન છે.
અહીં કહે છે-“અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે.'
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, પૈસા ઇત્યાદિ વિભાવપર્યાયમય સ્કંધપુગલોને વ્યવહારનયથી ઉપચાર વડે પુગલ કહેવામાં આવે છે. આવી વાત છે.
શ્લોક ૪૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: “એ રીતે જિનપતિના માર્ગ દ્વારા...' | જિનપતિ અર્થાત્ જિનેશ્વરદેવ, વીતરાગ પરમેશ્વર, ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા. અને તેમના માર્ગ દ્વારા... એટલે શું? કે ભાઈ, આ વીતરાગ ભગવાનનો માર્ગ છે એમ કહે છે. તો, તે માર્ગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com