________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬)
[ નિયમસાર પ્રવચન
(ઉપેન્દ્રવજ્ઞા) अचेतने पुद्गलकायकेऽस्मिन् सचेतने वा परमात्मतत्त्वे। न रोषभावो न च रागभावो भवेदियं शुद्धदशा यतीनाम्।। ४५।।
[શ્લોકાર્ચ- ] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં શ્વેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી; આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. ૪૫.
ગાથા ૨૯: ટીકા ઉપરનું પ્રવચન: આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.' અહીં હવે પુદ્ગલની વાત પુરી થાય છે. તો, કહે છેશુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ પુદ્ગલ દ્રવ્ય એવું નામ હોય છે.”
જુઓ, શું કહે છે? કે શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયસ્વરૂપ પરમાણુને જ અર્થાત્ જે પરથી ભિન્ન છે એવા નિર્મળ પર્યાયવાળા પરમાણુને જ પુદ્ગલદ્રવ્ય કહેવામાં આવ્યું છે. ભાઈ, આ સ્કંધને પુદ્ગલ કહેવું એ તો ઉપચારથી છે, કેમકે આ બધા સ્કંધ છે તે તો ભેગા થયેલા જડનો જથ્થો છે. (તે કાંઈ એક જડ વસ્તુ નથી). માટે, જે એકલો પરમાણુ છે તેને જ–જેને સ્વભાવશુદ્ધપર્યાય છે તેને જખરેખર પુદ્ગલદ્રવ્ય કહ્યું છે. તેમ આત્મામાં, પુણ્ય-પાપના રાગરહિત અર્થાત્ નિર્મળ પર્યાયથી સહિત આત્માને જ આત્મા કહેવામાં આવે છે.
અહા ! કહે છે-જેમ શુદ્ધનિશ્ચયથી સ્વભાવશુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને પુદ્ગલદ્રવ્ય કહીએ તેમ ભગવાન આત્માને (આત્મા) કેવી રીતે કહેવો? કે રાગ ને પુણ્ય-પાપ રહિત જે ત્રિકાળ શુદ્ધસ્વભાવ છે તેનું જેને અંતરંગમાં ભાન થયું છે તેને, એટલે કે તેવી શુદ્ધપર્યાય સહિતનો જે આત્મા છે તેને જ આત્મા કહેવામાં આવે છે. પણ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે તે આત્મા છે જ નહિ, પણ એ તો અનાત્મા છે. સમજાય છે કાંઈ..?
અહા! અજ્ઞાની ૨૪ કલાકમાંથી ર૩ કલાક તો પાપ જ કરે છે. અને પછી જે એક કલાક રહે છે તેમાં તે થોડું વાંચન કે ભક્તિ કરે છે, અને માને છે કે તેનાથી કલ્યાણ થઈ જશે. અરેરે! આવા ને આવા અવતાર એણે અનંતવાર કર્યા છે, પરંતુ એ બધા એળે ગયા છે. અરે! એક તો બાહ્યમાં-પૈસામાં ને આબરૂમાં-સુખ માનીને મિથ્યાત્વ સેવે જ છે, મૂઢતા સેવે જ છે, ને તેમાં વળી અહીંયા (ધર્મના ક્ષેત્રમાં) આવીને પણ, ભક્તિના ભાવ કરવાથી ધર્મ થાય એમ માને છે તો તે પણ મિથ્યાત્વનું જ પોષણ છે.
પ્રશ્ન: ભક્તિના ભાવમાં જે ધર્મ માને છે તે ઓછી મૂઢતા છે એમ તો કહો?
સમાધાન: ના, ના. એ પૂરી મૂઢતા છે. રાગમાં ધર્મ માનનારને પૂરી મૂઢતા છે. તે પૂરો મિથ્યાદષ્ટિ છે. ઓછા-વત્તા મિથ્યાત્વનો અહીં પ્રશ્ન જ નથી; કેમકે તે એક જ જાત છે. ઝીણી વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com