________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮]
૩૫૭ નિરપેક્ષ હોવાથી-પરદ્રવ્યનો તેને સંબંધ નથી માટે-તેને “શુદ્ધ' કહે છે. વળી તે પોતાની દશા છે માટે સભૂત' છે, અને તે એક અંશ છે માટે “વ્યવહાર' છે.
પ્રશ્નઃ આમાં નયનું શું કામ છે?
ઉતર: નયનું જ્ઞાન તો જોઈએ ને? પર્યાય કેવો વિષય છે, દ્રવ્ય કેવો વિષય છે તે તેને જાણવું તો જોઈશે કે નહીં? પરમાણુ કે જે ત્રિકાળી પરમપરિણામિકભાવ છે તે નિશ્ચયનયનો વિષય છે, જ્યારે પર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે. (તો એણે એ બધું જાણવું જો ' શે.)
પ્રશ્ન: વ્યવહારનયના વિષયમાં પારિણામિકભાવ ક્યાં આવ્યો?
સમાધાન: જે આ (પરમાણુની) પર્યાય છે તે તેની છે કે નહીં ? તે પારિણામિકભાવની પર્યાય છે ને? તેથી, તે પારિણામિકભાવની પર્યાય હોવાથી, તેને (પરમાણુ પર્યાયને) પારિણામિકભાવસ્વરૂપ કહી છે. જો કે તે પર્યાય છે માટે સદભૂતવ્યવહારનયનો વિષય થઈ ગયો, છતાં પણ તે છે પારિણામિકભાવની પર્યાય. અને પરમાણુને ક્યાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ છે? માટે તેને (તેની પર્યાયને) પારિણામિકભાવસ્વરૂપ કહી છે. અહા ! ઝીણી વાત છે. બાપુ! જૈનદર્શન–વીતરાગ પરમાત્માએ કહેલા માર્ગને-સમજવો ભારે કઠણ છે. અને તેને સમજ્યા વિના બધું થોથાં છે. પછી ભલેને એ બાહ્ય ક્રિયા કરીને મરી જાય, તોપણ એના ચાર ગતિના ફેરા મટવાના નથી.
વળી કહે છે-“અથવા એક સમયમાં પણ ઉત્પાદત્રયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે.”
અહા ! તે પરમાણુનો પર્યાય સાદિ-સાંત છે, ને છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાથી તે શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે, અથવા એક સમયમાં ત્રણ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ) ભેગાં હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયસ્વરૂપ પણ તેને કહેવામાં આવે છે.
હવે કહે છે-“સ્કંધપર્યાય સ્વજાતિય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે.'
આ બીજા ભાગની વાત આવી. પુદ્ગલપર્યાયના સ્વરૂપનું આ કથન છે ને? અને તેના બે ભાગ છે ને? તો હવે બીજા ભાગની વાત કરે છે, અને પાઠમાં પણ “વિભાવપર્યાય' એમ શબ્દ છે ને? રવંધસવેગ પુળો પરિણામો સો વિહીવMાગો'—એમ પાઠ છે. તો આ જે પરમાણુ ભેગા થયા છે તે સ્કંધ છે, પિંડ છે. અને તે સ્વજાતીય બંધરૂપ અર્થાત એક પરમાણુનું બીજા પરમાણુની સાથે એકરૂપ (બંધરૂપ) રહેવું એવા લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે અર્થાત્ તે વિભાવ છે એમ કહે છે. પાઠમાં વિભાવ' શબ્દ નાખ્યો છે, જ્યારે અહીં ટીકામાં તેને માટે “અશુદ્ધ' શબ્દ નાખ્યો છે.
પુદ્ગલપર્યાય, પરમાણુમાં શુદ્ધ છે, અને તે જ સ્કંધરૂપે હોય તો અશુદ્ધ છે-એમ પુદ્ગલપર્યાયના બે પ્રકાર છે. તેવી રીતે ભગવાન આત્મા રાગાદિ રૂપે થાય તો તે અશુદ્ધ છે, અને તે જો સ્વભાવમાં રહે તો શુદ્ધ છે. આવી વાત છે.
--
-
-
-
--
--
-
--
-
--
Please inform us of any errors on rajesh@AtmaDharma.com