________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬
[નિયમસાર પ્રવચન “આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.” આ પુદ્ગલપર્યાયની વાત છે. અને તે પુદ્ગલની અવસ્થા બે પ્રકારની છે. ત્યાં,પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે...' શું કહે છે?
કે જે આ એક છૂટો રજકણ-પરમાણુ છે તે પુગલનો શુદ્ધપર્યાય છે. અહા ! જે પરમાણુ સ્કંધમાં ભેગો છે તે જો છૂટો હોય તો તે પરમાણુનો પર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે. જુઓ, હવે આ (મુદાની) વાત આવી.
પ્રશ્નઃ પરમાણુમાં પણ પરમપરિણામિકભાવ કેમ લીધો? પાછું અહીંયાં તો પર્યાયને પણ પરમપરિણામિકભાવ કહ્યો છે? અને પહેલાં (ગા. ર૬માં) પરમાણુનો પંચમભાવ આવ્યો હતો. તો, હજી આત્મામાં તો પાંચ ભાવ છે તેથી તેમાં પંચમભાવ લેવાય, પરંતુ પરમાણુને પહેલા ચાર ભાવ જ ક્યાં છે કે જેથી તેમાં પંચમભાવ લેવો?
સમાધાન પણ ભાઈ ! પંચમભાવનો અર્થ એ છે કે જેમ જીવમાં ત્રિકાળી ભાવ છે તેમ પરમાણુમાં પણ એવો ત્રિકાળી ભાવ છે. અર્થાત્ આત્માના ત્રિકાળી ભાવરૂપ પંચમભાવની જેમ પરમાણુમાં પણ ત્રિકાળી ભાવ છે-એમ કહેવું છે. અને અહીંયાં તો પરમાણુ પર્યાયને પારિણામિકભાવસ્વરૂપ કહ્યો છે. અહા ! પણ હજુ જીવને (અજ્ઞાનીને) પોતાની તો ખબર નથી પણ જડપરમાણુ જુદા કેવી રીતે છે ને તે કેમ વર્તી રહ્યા છે તેની પણ તેને ખબર નથી.
અહીં કહે છે-પરમાણુપર્યાય પરમપરિણામિકભાવ સ્વરૂપ છે. એકલા, છૂટા તે એક પરમાણુની પર્યાય પરમપરિણામિકભાવે છે. સમજાણું કાંઈ....? વળી,
વસ્તુમાં થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે..”—એ પગુણહાનિવૃદ્ધિ પરમાણુમાં પણ છે એમ કહે છે.
અને સાદિ-શાન્ત હોવા છતાં...' એટલે કે પરમાણુની અવસ્થા નવી ઉત્પન્ન થાય છે ને તેનો નાશ થાય છે. આવું હોવા છતાં, “પદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે.”
જુઓ, શું કહે છે?
કે પરમાણુપર્યાય સાદિ–સાંત હોવા છતાં તે પરની અપેક્ષા વિનાની છે. અને તેથી તે-પરમાણુની એકલી પર્યાય-“શુદ્ધ' છે. વળી તે હયાતી ધરાવે છે તેથી “ભુત” છે, તેમ જ તે એક સમયની પર્યાય છે માટે “વ્યવહારનયસ્વરૂપ' છે. જેમકે આત્મામાં, આત્માના અંતરસ્વભાવમાંથી જે કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય શુદ્ધ છે, સદ્ભુત છે ને વ્યવહારનયસ્વરૂપ છે અહા ! આવાં બધાં પલાખાં! અમારે કેટલાં પલાખા શીખવાં?–એમ અજ્ઞાનીને થાય છે. પણ વસ્તુસ્થિતિ તો જાણવી જોઈએ ને ભાઈ !
અહીં કહે છે–ભાઈ ! આ દેહ તો ઘણા રજકણોનો પિંડ છે, પણ આ (દેહ) કાંઈ આત્મા નથી. તેમ જ આ કાંઈ એક ચીજ નથી, પરંતુ આ તો ઘણા રજકણો ભેગા થઈને આવું (શરીર) થયું છે. હવે તેમાંથી એક રજકણ છૂટો પડે તે પુગલનો શુદ્ધપર્યાય છે. હવે કહે છે કે તેમાં પગુણહાનિવૃદ્ધિ થાય છે તથા તે એક સમયની પર્યાય “સાદિ' છે, તેમ જ તે “સાન્ત” પણ છે. અર્થાત્ તે પર્યાય નવી ઉત્પન્ન થાય છે ને તેનો વ્યય પણ થાય છે; અને છતાં પણ તે પરદ્રવ્યથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com