________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮]
૩૫૫
ગાથા - ૨૮ अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ।। २८ ।। પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮.
અન્વયાર્થઃ- [ સન્મનિરપેક્ષ: ] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [૫: પરિણામ: ] જે પરિણામ [સ:] તે [ સ્વભાવપર્યાય:] સ્વભાવપર્યાય છે [પુન: ] અને [ ધસ્વરૂપે પરિVITI:] સ્કંધરૂપે પરિણામ [ સ: ] તે [ વિમવિપર્યાય:] વિભાવપર્યાય છે.
ટીકાઃ- આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.
પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપરિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં થતી છે પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા છતાં પારદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધ ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે.
સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. [હવે ટીકાકાર મુનિરાજ ૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ]
(માલિની) परपरिणतिदूरे शुद्धपर्यायरूपे सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः। भगवति जिननाथे पंचवाणस्य वार्ता न च भवति यथेयं सोऽपि नित्यं तथैव ।। ४२ ।।
[શ્લોકાર્ચ- ] (પરમાણુ) પર પરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪ર.
ગાથા ૨૮ ટીકા ઉપરનું પ્રવચનઃ આ પરમાણુની વ્યાખ્યા છે. તેમાં જડ પરમાણુનું સ્વતંત્રપણું બતાવે છે કે એ પરમાણુ તારે (જીવન) લઈને છે એમ નહીં, પરંતુ પરમાણુ પોતાના ગુણ-પર્યાયને લઈને છે. તેમ જ તું પણ તેને લઈને નથી, પરંતુ તું તારા ગુણ-પર્યાયને લઈને રહે છે. તો, એની આ ટીકા છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com